ગીર સોમનાથમાં 540 મતદાન મથકની કામગીરીનું થશે લાઇવ વેબકાસ્ટીંગ

11 November 2022 12:56 PM
Veraval
  • ગીર સોમનાથમાં 540 મતદાન મથકની કામગીરીનું થશે લાઇવ વેબકાસ્ટીંગ

વેરાવળ તા.11 : જિલ્લામાં ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે જિલ્લામાં આવેલ કુલ 1077 મતદાન મથકો પૈકી ચૂંટણી પંચની સૂચના મુજબ કુલ 540 મતદાન મથકો ખાતે વેબકાસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જેમાં 90-સોમનાથ વિધાનસભા મતદાર વિભાગના 138 મતદાન મથકો ખાતે, 91-તાલાલા વિધાનસભા મતદાર વિભાગના 130 મતદાન મથકો ખાતે, 92-કોડીનાર વિધાનસભા મતદાર વિભાગના 132 મતદાન મથકો ખાતે તથા 93-ઉના વિધાનસભા મતદાર વિભાગના 140 મતદાન મથક ખાતેથી મતદાનના દિવસે મતદાન મથકની કામગીરીનું લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. વધુમાં જિલ્લાના તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફલોર 5ર આવેલ છે તેમજ દરેક મતદાન મથકોએ પીવાનું પાણી, શૌચાલય, વિજળી, રેમ્પની સુવિધા ઉભી કરવામાં આવેલ છે.

જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે પી.ડબલ્યુ.ડી.મતદારો માટે અલગ લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ જરૂરીયાત મુજબના મતદાન મથકોએ વ્હીલચેર, પ્રો5ર સાઇન બોર્ડ/ પોસ્ટર વિગેરેની વ્યવસ્થા કરવામાં આવશે. જિલ્લાના સૌ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવે અને લોકશાહીના અવસરમાં ભાગરૂ5 બની અચૂક મતદાન કરે તેવો અનુરોધ કરાયો છે.


Advertisement
Advertisement
Advertisement