ઉના,તા.11 : ઉના શહેરમાં શાકમાર્કેટ પાસે મુખ્ય હાઈવે રસ્તા પર ટાવર ચોકથી આવતો ટ્રકના ચાલકે પુરપાટ ઝડપે ચલાવી સામે એક છકડો રિક્ષાને હડફેટે લેતા પાછળની અન્ય ત્રણ રિક્ષાને આ સીવાય બે બાઈક કુલ પાંચ વાહનોને નુક્સાન કરેલ હતું. પરંતું સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
શાકમાર્કેટ પાસે ટ્રક ચાલકે અકસ્માત સર્જાતા એક સાથે લાઈનમાં ત્રણ છકડો રિક્ષા તેમજ બાઇકને નુકસાન કરેલ હતું. જેમાં એક છકડો રિક્ષા પલ્ટી મારી ગયેલ હતી. આ અક્સ્માતમાં રિક્ષા ચાલકનો અને રસ્તાની નજીકમાંજ શાકભાજી વહેંચતા મહીલાઓ તેમજ વાહન ચાલકોનો આબાદ બચાવ થયો હતો. જોકે રિક્ષા પલ્ટી ખાઈ તેની પાછળ ટ્રક હોવાથી તમામનો બચાવ થયેલ અને મોટી જાનહાનિ થતી અટકી હતી.
અને રિક્ષા ચાલકને હાથ તેમજ પગમાં સામાન્ય ઈજા થઈ હતી. અને રિક્ષાને તેમજ તેમાં ભરેલ લાદીની પેટીને પણ નુક્સાન થયુ હોવાનુ રિક્ષા ચાલક મનુભાઇએ જણાવેલ હતું. રિક્ષા અને બાઈકને નુક્સાન થયેલ. આ અકસ્માત સર્જાતા મુખ્ય રસ્તા પર વાહનોની કતાર લાગી ગયેલ અને ઘટના સ્થળે પોલીસ પણ પોહચી ગયેલ અને ટ્રક ચાલકને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો....