વેરાવળ: ટી-20 વર્લ્ડ કપની મેચમાં હાર-જીતનો જુગાર રમતો શખ્સ જબ્બે

11 November 2022 01:20 PM
Veraval
  • વેરાવળ: ટી-20 વર્લ્ડ કપની મેચમાં હાર-જીતનો જુગાર રમતો શખ્સ જબ્બે

રોકડ-મોબાઈલ સહિત રૂ।.14.830નો મુદ્દામાલ જપ્ત

વેરાવળ,તા.10
વેરાવળ પોલીસે આઇસીસી ટી-20 વર્લ્ડ કપની મેચો દરમ્યાન ક્રીકેટ સટાનો હાર જીતનો જુગાર રમતા એક શખ્સને રોકડા રૂા.11,830 તથા મોબાઇલ મળી કૂલ રૂા.14,830 ના મુદામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા, જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા સટાનો જુગાર રમતા, દારૂનુ વેચાણ કરતા શખસો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અનુસંધાને વેરાવળના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણી ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ, વિપુલભાઇ રામસીંગભાઇ, મેરામણભાઇ બીજલભાઇ, પો.હેઙ.કોન્સ. અનીરૂધ્ધસિંહ જસવંતસિંહ, ચીંતનભાઇ જગદિશભાઇ,

પો.કોન્સ. કમલેશભાઇ અરજણભાઇ, પ્રદિપસિંહ વાલાભાઇ, નદીમભાઇ શેરમહમદભાઇ, રોહીતભાઇ જગમાલભાઇ, પ્રવિણભાઇ હમિરભાઇ, સુનીલભાઇ બાલુભાઇ સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન મળેલ બાતમીના આધારે આરાધના ટોકિજ પાસે જયેશ હીરાચંદ કાંજીયાણી ઉ.વ.29 ધંધો.મચ્છીનો, રહે.બિહારી નગર ને રોકડ રૂા.11,830 તથા મોબાઇલ ફોન રૂા.3 હજાર મળી કુલ રૂા.14,830 ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ 12 મુજબનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


Advertisement
Advertisement
Advertisement