ઉના, તા.11 : ગીરગઢડા તાલુકાના વિધાનસભા ક્ષેત્રમાં ફરી વખત કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ ને રીપીટ કરતાં ભવ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય ભવ સંમેલન તેમજ નવા વર્ષનાં સંમેલન સાથે ફોર્મ ભરતાં પુંજાભાઈ સાથે રાજ્ય સભાના સાંસદ શકિતી સિંહ ગોહિલ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ ધાનાણી, રાજુલાનાં ધારાસભ્ય અમરીશભાઈ ડેર, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઇ ગોહિલ, તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન રામજીભાઈ પોકીયા શહેર પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયા તાલુકા પ્રમુખ રામભાઇ ડાભી ગીરગઢડા તાલુકાના પ્રમુખ બાલુભાઈ હિરપરા સહિતના મોટીસંખ્યામાં આગેવાનો સંગઠનના હોદ્દેદારો અને તાલુકા પંચાયત જીલ્લા પંચાયત તાલુકા પંચાયત નાં પૂર્વ સભ્ય સરપંચો મહિલા સંગઠનના હોદ્દેદારો વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સભા ને સંબોધનતા અગ્રણીઓ દ્વારા પ્રમાણિત અને નિષ્ઠાવાન કોંગ્રેસ નાં ગૌરવ એવાં સિનિયર ધારાસભ્ય પુંજાભાઈ વંશ ને જંગી મતે વિજય બનાવવાં આહન કરેલ હતું સભા સંમેલન બાદ ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ પોતાનાં ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી નાયબ કલેકટર સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કરેલ હતું.