ઉનામાં કોળી સેનાના કાર્યકરોએ ખુશી મનાઈ: ટાવર ચોકમાં આતશબાજી

11 November 2022 01:22 PM
Veraval
  • ઉનામાં કોળી સેનાના કાર્યકરોએ ખુશી મનાઈ: ટાવર ચોકમાં આતશબાજી

ઉના,તા.11 : ભાવનગર ગ્રામ્ય 103 બેઠક પરથી પરસોત્તમભાઈ સોલંકી અને 98 વિધાનસભા બેઠક પરથી હીરાભાઈ સોલંકી કોળી સેનાના સ્થાપક પરસોત્તમભાઈ સોલંકી, તેમજ હીરાભાઈ સોલંકી બંનેને ભાજપમા ટીકીટ જાહેર કરતા કોળી સેનાના કાર્યકર્તા ઉત્સાહ સાથે ટાવર ચોક ખાતે આતસબાજી કરેલ જેમાં ગીરસોમનાથ, જુનાગઢ જિલ્લાના કોળી સેનાના પ્રમુખ દીપાબેન બાંભણીયા, જિલ્લાના મહામંત્રી બાબુભાઈ સોલંકી, જિલ્લાના ઉપપ્રમુખ મનોજભાઈ બાંભણીયા, પ્રમુખ ભાવેશભાઈ સોલંકી, શહેર મહામંત્રી વિજયભાઈ બાંભણીયા, ઉપપ્રમુખ પંકજભાઈ સોલંકી, કોળી સેનાના કાર્યકર્તાઓ એસી ગ્રુપના સભ્ય દ્વારા ટાવર ચોક ખાતે આતસબાજીનો કાર્યક્રમ કરેલ યોજવામાં આવેલ હતો.


Advertisement
Advertisement
Advertisement