ઉપલેટાના રહેવાસી ચેતનભાઈ દલીચંદ કોટીચાનું દુખદ અવસાન થતાં પરિવારજનોએ સેવાભાવી ડો. ભાલોડીયા અને જલદીપ મકવાણા દ્વારા ધોરાજી સરકારી હોસ્પીટલ ખાતે ડો. જયેશ વેસેટીયનને જાણ કરતા મેડીકલ ટીમના યુવાનો સાથે ઉપલેટા ખાતે સ્વ. ચેતનભાઈના ચક્ષુઓને માનવ સેવાના કાર્યકર્તાઓને સોપાતા રાજકોટ ખાતે જી.ટી.શેઠ હોસ્પીટલ ખાતે પહોંચતા કરાયા હતા. આ તકે કોટેચા પરિવાર દ્વારા માનવ સેવા યુવક મંડળ ધોરાજીની સેવાઓને બીરદાવી હતી. માનવ સેવા યુવક મંડળને 78મું ચક્ષુદાન મળેલ હતું. આ તકે માનવ સેવા યુવક મંડળ દ્વારા કોટેચા પરિવારની સેવાઓને બિરદાવી સ્વને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. (તસ્વીર: સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી)