જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાલે ગીર સોમનાથમાં યોજાશે લોકઅદાલત

11 November 2022 01:35 PM
Veraval
  • જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાલે ગીર સોમનાથમાં યોજાશે લોકઅદાલત

વેરાવળ તા.11 : રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા.12 ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ નેશનલ લોક અદાલતમાં ચેક રિટર્ન, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણી બીલ, સર્વિસ મેટર, રેવન્યૂ મેટર, લગ્નસંબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે. જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય તેમણે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, વેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટમાં આવેલ તાલુકાના કાનુની સેવા સમીતિનો સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા કાનુની સત્તા મંડળ, ગીર સોમનાથના અધ્યક્ષ પી.જી.ગોકાણી તથા સેક્રેટરી કે.જી.પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advertisement
Advertisement
Advertisement