આજે રાત્રિથી શુક્રનો વૃશ્ચીક રાશિમાં પ્રવેશ: બારેય રાશિઓનું ફળકથન

11 November 2022 06:17 PM
Rajkot Dharmik
  • આજે રાત્રિથી શુક્રનો વૃશ્ચીક રાશિમાં પ્રવેશ: બારેય રાશિઓનું ફળકથન

રાજકોટ તા.11: આજે તા.11મીના શુક્રવારે રાત્રે 8-08 કલાકે તુલા રાશિની યાત્રા પુરી કરીને શુક્ર વૃશ્ચીક રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર તા.5મી ડિસે.ના સાંજે 5-56 સુધી ગોચર કરશે ત્યાર બાદ ધન રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનો આજે રાત્રે વૃશ્ચીક રાશિમાં પ્રવેશ થતા બારેય રાશિઓ પર કેવો પ્રભાવ પડશે તેની વિગતો પ્રસ્તુત છે.

મેષ રાશિ
આ રાશિના જાતકોને માન-સન્માનમાં વૃધ્ધિ થાય. દાંપત્ય જીવનમાં કડવાશ આવી શકે છે. સાદી-વિવાહમાં વિલંબ થાય. પિતૃક સંપત્તિનો યોગ બને વિવાદોથી દુર રહેવું.

વૃષભ રાશિ
આ રાશિના જાતકોને શુક્રનો પ્રભાવ સફળતા અપાવે. સ્વાસ્થ્ય સારૂ રહે. વેપારમાં ઉન્નતિ થાય. નવો વેપાર કરવા માગતા હો તો ગ્રહ ગોચર અનુકૂળ રહે. કોઈને ઉધાર ન આપવું ઉચિત રહેશે.

મિથુન રાશિ
રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરતો શુક્રનો પ્રભાવ ઉતાર-ચઢાવ લાવી શકે છે. વેપારમાં લાભ ન મળવાના કારણે નિરાશા જેવું લાગે. યાત્રાનો લાભ મળે. સ્વાસ્થ્ય માટે વધારે ધ્યાન આપવું.

કર્ક રાશિ
આ રાશિના જાતકો માટે શુક્રનો ગોચર લાભકર્તા છે. વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ પરિણામ દાયક રહે. વિવાહ માટેનો નિર્ણય ઉચિત રહે. સંતાન સંબંધી ચિંતા દૂર થાય.

સિંહ રાશિ
આ રાશિના જાતકોને શુભ ફળ આપે. જમીન જાયદાદના મામલામાં સફળતા મળે. માતા પિતાના સ્વાસ્થ્ય માટે વધારે ધ્યાન આપવું.

કન્યા રાશિ
આ રાશિના જાતકોને મધ્યમ ફળ મળે. પરિણામમાં નાના ભાઈઓ સાથે મતભેદ ઉત્પન્ન ન થાય તેનું ધ્યાન રાખવું. અધ્યાત્મ પ્રત્યે રૂચિ વધે. આર્થિક પક્ષ મજબૂત બને. નોકરી-ધંધામાં લાભ થાય.

તુલા રાશિ
આ રાશિના જાતકોને મધ્યમ ફળ મળે. પૈતૃક સંપત્તિનો યોગ છે મકાન વાહન વેંચવા ઈચ્છતા હો તો સમય અનુકુળ રહેશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળે.

વૃશ્ચીક રાશિ
આ રાશિના જાતકોને બહેતરીન સફળતા મળે જે કાર્યનો આરંભ કરશો તો તેમાં સફળતા મળે. નવદંપતિ માટે સંતાન પ્રાપ્તીના યોગ છે.

ધન રાશિ
આ રાશિના જાતકોને શુક્રનો ગોચર સામાન્ય ફળ આપે. યાત્રાના યોગ છે. ખર્ચા થાય. આર્થિક તંગીનો અનુભવ થાય. પેટ સંબંધી દર્દોથી સાવચેત રહેવું.

મકર રાશિ
આ રાશિના જાતકોને શુક્રનો ગોચર લાભ આપે. અભ્યાસમાં સફળતા તથા સંતાનના દાયિત્વની પૂર્તિ થાય. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી સંતાન પ્રાપ્તિ માટેનો યોગ છે.

કુંભ રાશિ
આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળે. સામાજીક પદ પ્રતિષ્ઠામાં વધારો થાય. વાહન-મકાન માટે શ્રેષ્ઠ સમય છે.

મીન રાશિ
આ રાશિના જાતકોને શુક્રનો ગોચર બહેતરીન સફળતા અપાવે. અધુરા કાર્યો પુરા થાય. વિવાહ સંબંધી કાર્યો પૂરા થાય. ધર્મ અને અધ્યાત્મમાં રૂચિ વધે. દાન-પુણ્ય કરવું.


Related News

Advertisement
Advertisement
Advertisement