ઉના,તા.12 : ઉનાના નવાબંદર ગામમાં રહેણાંક વિસ્તારમાં આવેલ મકાન પાસે પીજીવીસીએલનું વિજ સપ્ટેશન તથા વાયરો પસાર થતા હોય જેથી આ વિસ્તારમાં દુર્ઘટના સર્જાવાનો ભય રહેતો હોય જેથી કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તે પહેલા વિજ સપ્ટેશનને તાત્કાલીક દૂર કરવા નવાબંદર ગ્રામ પંચાયત દ્વારા ડે.કલેક્ટરને લેખિત રજુઆત કરી માંગ કરેલ છે.
નવાબંદર ગામે જે સપ્ટેશન આવેલ છે. તેમા નવાબંદર મુકામે હાલ પ્રાર્થના મંદિરની પાછળના ભાગમાં અને નવા કોળી જ્ઞાતિના ચોરા પાછળનાં વિસ્તારમાં બન્ને સપ્ટેશન રસ્તા પર હોય અને મકાન ઉપરથી વાયર પસાર થતા હોય તેના કારણે ગામ લોકો તેમજ મંગાપશુંઓને નુકસાન કારક હોય અને તેનાથી કોઇ મોટી જાનહાની થઇ શકે તેમ છે. જેથી આ વિજ સપ્ટેશન તત્કાલિન બદલવામાં આવે તેવી માંગ ગ્રામ પંચાયતે કરી હતી..