વેરાવળ,તા.12 : શ્રી ધર્મભક્તિ જ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથના નરેશભાઈ એન ગુંદરણીયા એ જણાવેલ કે રાજ્યના મહત્તમ બાળકો અમદાવાદ ખાતેના વિજ્ઞાન જગતનું વિસ્મયકારક અને એશિયાનું શ્રેષ્ઠ એવા સાયન્સ સિટીની મુલાકાત લઈ શકે તે માટે તાજેતરમાં જ GUJCOST દ્વારા વિશેષ વ્યવસ્થા અને સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ગીર સોમનાથ જિલ્લાની મર્યાદિત 80 શાળાઓ માટે સાયન્સ સિટી - અમદાવાદના પ્રવાસનું શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા આયોજન કરાઈ રહ્યું છે
જેમાં ગીર સોમનાથ જિલ્લાની વહેલા તે પહેલાના ધોરણે માત્ર 80 શાળાઓનો સમાવેશ શક્ય હોય જે શાળાને તેમના બાળકો માટે આ પ્રવાસ યોજવાની ઈચ્છા હોય તેઓએ શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથના સેન્ટર કો ઓર્ડીનેટર વિજયભાઇ કોટડિયા (Mo. 9979290965) નો સત્વરે સંપર્ક કરીને જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.આ પ્રવાસ તા. 1 નવેમ્બર 2022 થી 31 માર્ચ 2023 સુધીમાં અઠવાડિયાના તમામ મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારના દિવસ માટે યોજવામાં આવશે.