વેરાવળ તા.12 : સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની કામગીરીને અનુલક્ષીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા ફરીથી સોમનાથ સીટના ઉમેદવાર તરીકે જાહેર કરતાં વેરાવળના ટાવર ચોક ખાતે મોડી રાત્રે બ્હોળી સંખ્યામાં લોકો ઉમટી પડી ફટાકડાની આતશબાજી કરી આવકારેલ હતા.
હાલ વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગયેલ હોય ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા સોમનાથ વિધાનસભાના ઉમેદવાર તરીકે કોની નિમણૂક થાય તે અંગે સોમનાથ વિધાનસભાના પ્રજાજનો રાહ જોઈ રહેલ ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની કામગીરીને અનુલક્ષીને ફરીથી મોડી રાત્રીના નામ જાહેર કરતાં પ્રજાજનો બ્હોળી સંખ્યામાં રાત્રિના વેરાવળના ટાવર ચોક ખાતે ઉમટી પડ્યા હતા અને ફટાકડાની આંતિસબાજી કરેલ હતી. આ તકે કોંગ્રેસ પક્ષના વિવિધ હોદેદારો, કાર્યકરો અને વિવિધ સમાજના પટેલો સહીતના પ્રજાજનો હાજર રહેલ હતા.