સોમનાથમાં નગરસેવક ઉદય શાહે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જાગેલી ચર્ચા

12 November 2022 12:27 PM
Veraval
  • સોમનાથમાં નગરસેવક ઉદય શાહે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જાગેલી ચર્ચા

વેરાવળ,તા.12 : યાત્રાધામ સોમનાથના નામ સાથે રહેલી સોમનાથ વિધાનસભાની સીટ ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે વર્તમાન નગરસેવક અને નગરપાલિકાના માજી ઉપપ્રમુખ એવા ટ્રાન્સપોર્ટ ઉધોગપતિ ઉદયભાઇ શાહે ઉમેદવારી નોંધાવતા અનેક ચર્ચાએ જોર પકડેલ છે.

વેરાવળ નગરપાલિકાની ગત ચુંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી વોર્ડ નં.1 માંથી નગરસેવક તરીકે વિજેતા બનેલા ઉદયભાઇ શાહ છેલ્લા થોડા સમયથી ભાજપ ના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા જોવા મળેલ ત્યારે હાલ વિધાનસભાની ચુંટણી જાહેર થતા ભાજપ તથા કોગ્રેસ અને આમ આદમી દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ અપક્ષ ઉમેદવાર તરીકે નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને હાલનાં વોર્ડ નંબર 1 નાં નગરસેવક ઉદયભાઇ શાહે સોમનાથ મત વિસ્તારમાંથી ધારાસભ્યના ઉમેદવાર તરીકે અપક્ષ ફોર્મ ભરતા અનેક તર્ક વિતર્ક સર્જાયેલ છે.

આ તકે ઉમેદવાર ઉદયભાઇ શાહે જણાવેલ કે, પ્રજાનાં અણ ઉકેલ પ્રશ્નોને વાચા આપવા માટે ઉમેદવારી કરેલ હોવાનું જણાવેલ છે.આ ઉપરાંત આજે સોમનાથ સીટ ઉપર આંબેચડા હમીરભાઇ કરશનભાઇ એ બ.સ.પા. માંથી તેમજ તાલાલા વીધાનસભામાંથી ભનુભાઇ વલ્લભભાઇ વઘાસીયા (અપક્ષ), ફરીદાબેન મુરાદભાઇ પરમાર (બ.સ.પા)અને ઉના વિધાનસભામાંથી નિલેશ અનીલભાઇ ખોરાસી એ અપક્ષ ઉમેદવારી નોંધાવેલ છે.


Advertisement
Advertisement
Advertisement