વેરાવળ,તા.12 : સોમનાથ ખાતે આવેલ પવિત્ર ત્રીવેણી સંગમમાં સ્નાન કરી રહેલ કલકતાના યાત્રીકને સ્નાન કરતી સમયે જ હાર્ટએેટેક આવતા તેમનું મૃત્યુ નીપજેલ છે.આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ આજે બપોરના સમયે પવિત્ર ત્રીવેણી સંગમમાં કલકતાના યાત્રીક નરેશચંદ્ર ગુપ્તા ઉ.વ.71 સ્નાન કરી રહેલ તે સમયે અચાનક ઢળી પડતા તેમને સેવાભાવી રીક્ષાચાલક આસીફભાઇ અલ્લારખાએ પ્રભાસ પાટણ રેફરલ હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડેલ જયાં તબીબે આ યાત્રીક મૃત્યુ પામેલ હોવાનું જાહેર કરેલ હતું.
આ યાત્રીક સબ દર્શન ટ્રેનમાં તીર્થયાત્રાએ નીકળેલ હોય અને તેમાં ત્રીવેણી સંગમના મોરારજી ઘાટ પાસે સ્નાન કરી રહેલ તે સમયે પાણીમાં ડુબકી લગાવી બહાર નીકળતા જ અચાનક ઢળી પડેલ હતા અને હાર્ટએટેક ની અસર થતા અમન ચેરીટેબલ ટ્રસ્ટના રીક્ષાચાલક આસીફભાઇ દ્વારા દવાખાને સારવારમાં ખસેડેલ પરંતુ તેમનું મૃત્યુ નીપજેલ હતું. આ બનાવની તપાસ પ્રભાસ પાટણ શિવ પોલીસ ચોકીના પી.એસ.આઇ. બોદુભાઇ ભાલીયા એ તપાસ હાથ ધરી મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકના પરીવારને ફોનથી જાણ કરેલ છે.