વેરાવળ ચોકસી કોલેજનાં વિદ્યાર્થીઓની એડવેન્ચર કેમ્પ-પરેડમાં પસંદગી

12 November 2022 12:46 PM
Veraval
  • વેરાવળ ચોકસી કોલેજનાં વિદ્યાર્થીઓની એડવેન્ચર કેમ્પ-પરેડમાં પસંદગી

વેરાવળ,તા.12
વેરાવળમાં આવેલ ચોક્સી કોલેજના વિધાર્થીઓની એડવેન્ચર કેમ્પ અને પ્રિ.આર.ડી.પરેડમાં પસંદગી થયેલ છે.સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.પી.ચોક્સી આર્ટ્સ અને પી.એલ.ચોક્સી કોમર્સ કોલેજ વેરાવળ રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) યુનિટના સ્વયં સેવક ભાઈ-બહેનો (1) ચુડાસમા પિયુષ (2) મકવાણા કિંજલ (3) નાઘેરા નિલમ એડવેન્ચર કેમ્પ માટે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી પસંદગી પામી પોંગ ડમ હિમાચલ પ્રદેશ ખાતે તા.20 થી 29 નવેમ્બર એડવેન્ચર કેમ્પમાં ભાગ લેનાર છે.

એન.એસ.એસ. સ્વયં સેવિકા અપારનાથી નંદિની ઘનશ્યામગિરિ ગુજરાત રાજ્યની પ્રિ.આર.ડી.પરેડ ટિમમાં પસંદગી પામી તા.20 થી 29 નવેમ્બર સરદાર વલ્લભભાઇ પટેલ યુનિવર્સિટી વલ્લભ વિધાનગર ખાતે પરેડમાં ભાગ લેનાર છે. જેઓ એડવેન્ચર કેમ્પ અને પ્રિ.આર.ડી.પરેડમાં પસંદગી પામી ચોક્સી કોલેજ વેરાવળનું ગૌરવ વધારતા સોમનાથ એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ, હોદેદારો, સભ્યો તેમજ સંસ્થાન પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફ દ્વારા આવકારેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Advertisement
Advertisement
Advertisement