સાવધાન, હવે આપના મનમાં શું ચાલી રહ્યું છે તે કહી દેશે આ ‘ન્યુરોપ્રોસ્થેટિક’ સાધન!

15 November 2022 11:23 AM
Health India World
  • સાવધાન, હવે આપના મનમાં શું ચાલી રહ્યું છે તે કહી દેશે આ ‘ન્યુરોપ્રોસ્થેટિક’ સાધન!

► મગજના તરંગોને વાકયમાં બદલી નાખે છે આ ઉપકરણ

વોશિંગ્ટન તા.15 : તમે મનમાં જે વિચારો છો તે સામેની વ્યક્તિને ખબર નથી પડતી. જો ખબર પડી જાય તો? અનેક સમસ્યાઓ પેદા થવા માંડે! કોઈના મનની વાત ભાગ્યે જ કોઈ વાંચી શકે છે પણ વૈજ્ઞાનિકોએ એક એવું સાધન બનાવ્યું છે જે માણસના મનની વાત વાંચે છે. આ મશીન ખાસ કરીને લકવાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે કારણ કે લકવાગ્રસ્ત દર્દી લખીને પણ પોતાની વાત કહી શકતો નથી. આવા લોકો માટે વૈજ્ઞાનિકોએ એક નવી ટેકનીક વિકસીત કરી છે, જેને લઈને વૈજ્ઞાનિકોએ ચોંકાવનારા દાવા કર્યા છે.

અમેરિકી સંશોધકોએ જણાવ્યું હતું કે તેમણે લકવાના દર્દીના કંઈ પણ બોલ્યા વિના તેમના મગજમાંથી 2100થી વધુ શબ્દો વાંચી લીધા હતા. સંશોધન મુજબ લકવાના દર્દીઓ આ શબ્દો માત્ર મનમાં જ દોહરાવ્યા હતા, કોઈ સાઈન પણ નહોતી કરી. સંશોધકોએ જણાવ્યું હતું કે આ બધું એક ‘ન્યુરોપ્રોસ્થેટિક’ ઉપકરણની મદદથી સંભવ બન્યું હતું જે મગજના તરંગોને વાકયોમાં બદલી નાખે છે. સંશોધન દરમિયાન આ ટેકનીક સાન ફ્રાન્સીસ્કોની કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ વિકસીત કરી છે. આ સંશોધનના મુખ્ય લેખક શોન મત્સગરે જણાવ્યું હતું

► ખાસ કરીને જે લકવાનો શિકાર બની ગયા છે અને બોલી શકતા નથી તેના માટે આ સાધન આશિર્વાદરૂપ

કે ગત વર્ષે કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે જણાવ્યું હતું કે બ્રેન ઈન્ટરફેસ નામનું કોમ્પ્યુટર 50 ખૂબ જ સામાન્ય શબ્દોને ઓળખી શકે છે, જયારે કોઈ માણસ પુરી રીતે બોલવાની કોશીશ કરે કે મનમાં જ શબ્દને દોહરાવે. ‘નેચર કોમ્યુનિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત સંશોધન અનુસાર વૈજ્ઞાનિક અંગ્રેજી વર્ણમાલાના 26 અક્ષરોને પકડવામાં સફળ થયા છે.

મેત્સગરે જણાવ્યું હતું કે જો દર્દી કેટ બોલવાની કોશીશ કરી રહ્યો હોય તો તે કહેશે ચાર્લી અલ્ફટેંગો, સ્પેલિંગ ઈન્ટરફેસ લેંગ્વેજ મોડલિંગનો ઉપયોગ કરીને રિયલ ટાઈમમાં ડેટા એકત્ર કરે છે અને સંભવિત શબ્દો કે પછી ભુલોનો પતો મેળવે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે તેઓ 1150 થી વધુ શબ્દોને ડીકોડ કરવામાં તેઓ સફળ થયા હતા કે જે અંગ્રેજીના વાકયોમાં ઉપયોગ થતા 85 ટકા શબ્દો છે. દુનિયામાં સ્ટ્રોક, દુર્ઘટના અને બીમારીમાં દર વર્ષે હજારો લોકોની બોલવાની ક્ષમતા છીનવાય જાય છે. આ આવા લોકો માટે આ સાધન કારગત સાબીત થાય છે.


Related News

Advertisement
Advertisement
Advertisement