બુધ ગ્રહે વૃશ્ચીક રાશિમાં પ્રવેશ કર્યો છે જે આગામી તા.3જી ડિસેમ્બર સુધી રહેશે. બુધ અર્થશાસ્ત્રનો જ્ઞાતા તથા બુધ્ધિ સંપન્ન છે. ઉચ્ચ કોટિનું જયોતિષ જ્ઞાન, પ્રભાવશાળી વકતા તથા લેખન પ્રતિભા પણ પ્રદાન કરે છે. શનિ, શુક્ર, રાહુ સાથે તેની પરમ મિત્રતા છે. કન્યા રાશિમાં પરમ બળવાન અને મિથુનમાં બળવાન છે મીન રાશિમાં બુધ હોવાથી તે બળહીન થઈ જાય છે. યોગમાં વિશુધ્ધી ચક્રને બુધ ગ્રહ પ્રધાન માનવામાં આવે છે. પન્ના તેનું રત્ન છે. જે ચાંદીમાં ટચલી આંગળી (કનિષ્કા)માં પહેરવામાં આવે છે. બુધ ગ્રહનો વૃશ્ચીક રાશિમાં જયાંથી બારેય રાશિઓ પર કેવી અસર રહેશે તેની વિગતો પ્રસ્તુત છે.
મેષ : સંતાનથી પ્રસન્નતા મળે. રોકાયેલું ધન પાછું મળી શકે છે. પિતૃક સંપત્તિના વિવાદમાં જીત મળી શકે છે.
વૃષભ : વિવાદથી તનાવ થઈ શકે છે. જીવન સાથી તથા મિત્રોનું સન્માન કરવું જરૂરી છે.
મિથુન : ચાલતા વિવાદમાં વિજય મળી શકે તેમ છે. પદોન્નતિ મળી શકે છે. અનુબંધ પ્રાપ્ત કરી શકે છે.
કર્ક : જીવનસાથી અને સંતાનથી વિવાદ થવાની આશંકા છે. પ્રેમ સંબંધ તનાવપૂર્ણ રહે.
સિંહ : અચાનક ધન લાભ થઈ શકે છે. વડીલોની તબીયતમાં સુધારો થાય, સુખમાં વૃધ્ધિ થાય.
કન્યા : શત્રુ પરેશાન કરી શકે છે. પાડોસીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે. યાત્રામાં સાવધાની રાખવી.
તુલા : ધન કમાવવામાં સફળતા મળી શકે છે. મધુરવાણીની પ્રસંશા થઈ શકે છે.
વૃશ્ચીક : વિવાદથી બચવું. ધનહાનિ થઈ શકે છે. બેકીંગના કામોમાં સાવધાન રહેવું, વાણી સંયમ જરૂરી છે.
ધન : ધનમાં વૃધ્ધિ થઈ શકે છે. વિદેશ યાત્રામાં સાવચેતી રાખવી. ખોટા ખર્ચથી ચિંતા થાય.
મકર : ધનમાં વૃધ્ધિ થઈ શકે છે. કમીશનના કાર્યોમાં સફળતા મળે. ઈનામ મળી શકે છે.
કુંભ : કાર્યક્ષેત્રમાં પ્રસંશા થાય. પ્રસિધ્ધ થઈ શકો છો. અધિકારી પ્રસન્ન રહે. વેતનમાં વૃધ્ધિ થાય.
મીન : કામોમાં અચાનક વિધ્ન આવી શકે છે. સકારાત્મકતા રહે. વિદેશ યાત્રામાં બાધા આવી શકે છે. પૂજા પાઠમાં મન ન લાગે.