રાજકોટ, પોરબંદર અને જામજોધપુરમાંથી 6 બાઈકની ઉઠાંતરી કરનાર જુમો ઝબ્બે

15 November 2022 12:15 PM
Porbandar Rajkot
  • રાજકોટ, પોરબંદર અને જામજોધપુરમાંથી 6 બાઈકની ઉઠાંતરી કરનાર જુમો ઝબ્બે
  • રાજકોટ, પોરબંદર અને જામજોધપુરમાંથી 6 બાઈકની ઉઠાંતરી કરનાર જુમો ઝબ્બે

રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી, ઉપલેટાનો આરોપી હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન, માર્કેટીંગ યાર્ડ જેવી જાહેર જગ્યાઓ પર રાખેલા બાઈકની ચોરી કરતો: રૂા.1.17 લાખની કિંમતના 6 બાઈક કબ્જે કરાયા

રાજકોટ તા.15
રાજકોટ રૂરલ પોલીસે પોરબંદર, જામજોધપુર અને રાજકોટમાંથી થયેલી બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 6 ચોરાઉ બાઈક સાથે ઉપલેટાના રબારીવાડામાં રહેતા જુમા આરબ સમા (ગામેતી) (ઉ.વ.50)ને ઉપલેટા ખાતેથી દબોચી લીધો હતો.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.જી.બડવા, એચ.સી.ગોહિલ, એએસઆઈ મહેશભાઈ જાની વગેરે પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન પીએસઆઈ ડી.જી.બડવા, હેડકોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, વાસુદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ કૌશિકભાઈ જોષી, મહેશભાઈ સારીખડાને સંયુક્ત બાતમી મળતા વાહન ચોરીના ગુનામાં ઉપલેટાથી જુમા સમાને દબોચી લીધો હતો. જુમાના કબ્જામાંથી રૂા.1.17 લાખની કિંમતના 6 બાઈક કબ્જે કરાયા હતા.

આરોપીએ રાજકોટ રેલ્વે સ્ટેશન, જામજોધપુર માર્કેટીંગ યાર્ડ, પોરબંદરમાં હલીમા હોસ્પિટલ, નગીના મસ્જીદ, ગ્લોબલ હોસ્પિટલ અને ભાવસિંહજી હોસ્પિટલ ખાતેથી બાઈક ચોરી કર્યા હતા.

તમામ બાઈક જુમાએ પોતાના ઘરે રાખેલા
પોલીસના જણાવ્યા મુજબ જુમાએ જુદી-જુદી જગ્યાએથી બાઈક ચોરી કરી હતી અને પોતાના ઘરે રાખ્યા હતા. જુમો કોઈ કામ ધંધો કરતો નથી અગાઉ પણ તે ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. પોલીસે જુમાના ઘરેથી 6 બાઈક કબ્જે કર્યા છે.

પંદરેક દિવસના ગાળામાં તમામ ચોરીને અંજામ આપ્યો, બાઈક વેચવાની ફીરાકમાં હતો
જુમાએ પંદરેક દિવસમાં 6 બાઈકની ચોરીને અંજામ આપેલો, રાજકોટ રેલ્વે સ્ટેશનેથી તો હજુ ત્રણ દિવસ પહેલા જ બાઈક ઉઠાવેલુ. ચોરીના બાઈક જુમો પોતાના ઘરે છુપાવી રાખતો હતો અને સારા ગ્રાહક મળ્યે વેચી દેવાની ફીરાકમાં હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement