5G સુવિધાની દુવિધા : સેકન્ડોમાં ખતમ થાય છે ડેટા

15 November 2022 04:59 PM
India Technology
  • 5G સુવિધાની દુવિધા : સેકન્ડોમાં ખતમ થાય છે ડેટા

એક મિનિટમાં એક GBથી વધુ ખતમ થાય છે ડેટા : મેટાવર્સ, કલાઉડ ગેમીંગ, 4 કે 8 કે સ્ટ્રીમીંગની એપ્લીકેશન આવશે તો ડેટા એકદમ ઝડપથી ખતમ થશે

નવી દિલ્હી,તા. 15
મોબાઈલમાં 5-જીની સુવિધા તો આવી પણ 5-જીની સ્પીડ સેકન્ડોમાં ડેટા ખતમ કરી નાખે છે, સરવાળે મોંઘો પડી રહ્યો છે. લોકો સ્ક્રીન શોટ શેર કરીને બતાવી રહ્યા છે કે કેવી રીતે 5-જીની તેજ ઝડપ તેમના ડેટા પર અસર કરી રહી છે.

એક રિપોર્ટ મુજબ દરેક ટેસ્ટ રનમાં એપ લગભગ 700-800 એમબી ડેટાનો વપરાશ થાય છે. આ સામાન્ય રીતે ઉપલબ્ધ કરાવવામાં આવતા ડેટાનો લગભગ અડધો ભાગ છે.

દાખલા તરીકે ગેમ, સોશિયલ મીડિયા અને સ્ટ્રીમીંગ એપ્સમાં ડેટાની ખપતમાં વધારો થયો છે, જ્યારે તેના ઉપયોગની પેટર્ન તો પહેલા જેવી હતી. એક યુઝરે 5-જી પર 10 મીનીટ માટે ઇન્સ્ટાગ્રામ ચલાવ્યું તો 207 એમબી ડેટાનો વપરાશ થયો, જ્યારે 4-જી પર આ વપરાશ લગભગ 120 એમબી હતો. આવું એટલા માટે થાય છે કે કારણ કે આ એપ અને તેના જેવી બીજી એપ પર્યાપ્ત 5-જી કવરેજ વાળા ક્ષેત્રોમાં ઉચ્ચ ક્વોલિટીનું ક્ધટેન્ટ લોડ કરે છે.

ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે એકવાર મેટાવર્સ, ક્લાઉડ ગેમીંગ, 4 કે અને 8 કે સ્ટ્રીમીંગ માટે એપ્લીકેશન આવી જશે ત્યારે ડેટાની ખપત વધુ વધી જશે.

એક યુઝરે જ્યારે 5-જીની સ્પીડ તપાસી તો ડાઉનલોડ કરવાની સ્પીડ 500 એમબીપીએસ નજરે પડી પણ તેનું પરિણામ એ આવ્યું કે એક મીનીટથી ઓછા સમયમાં એક જીબીથી વધુ ડેટા ખર્ચાઇ ગયો.

હાલ જિયો પોતાના વીટા ટ્રાયલથી ન્યૂનતમ 230 રુપિયાના રિચાર્જ પર અનલીમીટેડ ડેટાના ઉપયોગની સુવિધા આપે છે. એરટેલ દ્વારા હાલ 4-જીના દરે 5-જી દરે દૈનિક ડેટા લિમિટવાળી ઓફર આપે છે. એક ટેલિકોમ એનાલિસ્ટે જણાવ્યું હતું કે ડેટાના વપરાશને કંટ્રોલ કરવા માટે યુઝર્સે બિનજરુરી ચીજોને બંધ કરવાની આદત પાડવી જોઇશે.


Related News

Advertisement
Advertisement
Advertisement