મહાન ગ્રહ પૃથ્વી પુત્ર મંગલ ગ્રહે તા.13મી નવે.ના રાત્રે 8.38 કલાકે વક્રી અવસ્થામાં વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. તા.13મી માર્ચ સુધી વૃષભ રાશિમાં ગોચર હશે. ત્યારબાદ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બધી રાશિઓ પર કેવો પ્રભાવ રહેશે તેની વિગતો આપી છે.
મેષ રાશિ
મેષ રાશિથી બીજા ભાવમાં (ધન)માં ગોચર કરતો મંગળનો પ્રભાવ સારો નરસો રહેશે. આર્થિક રીતે લાભદાયક, પારિવારિક મતભેદના યોગ, રોકાયેલી રકમ પાછી મળી શકે છે. કોર્ટ કચેરીના મામલા બહાર રહીને પતાવવા હિતકર છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિમાં વક્રી અવસ્થામાં ગોચર કરતો મંગળનો પ્રભાવ વધારે સારો નહી કરી શકાય. આ રાશિના જાતકોએ પોતાની જીદ અને આવેશને નિયંત્રીત રાખશે તો વધારે સફળ રહેવાશે. યાત્રા સાવધાનીપૂર્વક કરવી. વાહન દુર્ઘટનાથી બચવું પ્રતિયોગીતામાં બેસનારા છાત્રોને પરીક્ષામાં સારા માર્કસ લાવવા માટે વધારે મહેનત કરવી પડશે.
મિથુન રાશિ
રાશિથી બારમા ભાવમાં ગોચર કરતા મંગળ વધારે ભાગદોડ અને ખર્ચનો સામનો કરાવે. પોતાના જ લોકો જાતકને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે. કોઈને ઉધાર ન આપવું, યાત્રાથી લાભ થાય, શત્રુ પરાજીત થાય, કોર્ટકચેરીના મામલામાં સફળતા મળે.
કર્ક રાશિ
આ રાશિથી અગીયારમા ભાવમાં ગોચર કરતા મંગળ ચઢાવ-ઉતારનો અનુભવ કરાવે. આવકના સાધનો વધે પણ ભાવનાઓમાં વહી જઈને નિર્ણય નુકસાનકારક બની શકે છે. પરિવારની વરિષ્ઠ વ્યક્તિઓ સાથે મતભેદ વધારવા નહી. સતાનો સહયોગ મળે. ચુનાવના સંબંધીત કોઈ નિર્ણય લેવા ઈચ્છો છો તો તેમાં સફળતા મળે. સંતાન પ્રાપ્તિના યોગ.
સિંહ રાશિ
સિંહ રાશિથી દસમાં ભાવમાં ગોચર કરતા મંગળનો પ્રભાવ બહેતરીન રહેશે. કાર્યક્ષેત્રમાં કયાંક ન કયાંક વિવાદ રહે છતાં સફળતા માટે સુંદર યોગ છે. માતા-પિતાના સ્વાસ્થ્યની સંભાળ લેવી. સરકારી કામકાજોમાં સફળતા.
કન્યા રાશિ
કન્યા રાશિના નવમા ભાવમાં મંગળ ગોચરમાં હોવાથી અધ્યાત્મમાં રૂચી વધે. કાર્યમાં સફળતા મળે. નવા નિર્ણયો અને નવા કાર્યોની પ્રશંસા થાય. નવા કાર્યો માટે સારો સમય, છાત્રો માટે સારો સમય.
તુલા રાશિ
આ રાશિમાં મંગળનો ગોચર લાભદાયી રહેશે નહી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. દરેક નિર્ણય અને કાર્યમાં સાવધાની રાખવી પિતૃક સંપતિ સંબંધી વિવાદ વધારે ઘેરો બની શકે છે. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું. વાહન દુર્ઘટનાથી બચવું.
વૃશ્ચીક રાશિ
આ રાશિના જાતકોના વેપારમાં લાભ થાય. દામ્પત્ય જીવનમાં કડવાશ આવી શકે છે. વિવાહમાં વિલંબ, સાસરાપક્ષ સાથે મતભેદ રહે. સરકારી કામકાજમાં સફળતા મળે. જમીન જાયદાદ સંબંધી વિવાદનું નિરાકરણ થાય. વાહનના યોગ છે.
ધન રાશિ
આ રાશિના જાતકોને ઉતાર-ચઢાવ જોવા મળે. વિદ્યાર્થીઓ માટે લાભદાયક, યાત્રાના યોગ, આર્થિક તંગીનો સામનો કરવો પડે.
મકર રાશિ
આ રાશિના જાતકોમાં એન્જીનીયરીંગ તથા સાયન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયી, સંતાન સંબંધ ચિંતા પરેશાન કરે. સંતાન પ્રાપ્તિના યોગ છે. વેપાર-ધંધામાં ધ્યાન આપવું જરૂરી છે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોમાં પારિવારિક કલહ તથા માનસિક અશાંતિનો સામનો કરવો પડે. યાત્રા સાવધાનીપૂર્વક કરવી, વાહન દુર્ઘટનાથી બચવું. જાયદાદ જમીનનો વિવાદ ઉકેલાય. વાહન ખરીદી માટે સરસ યોગ છે.
મીન રાશિ
આ રાશિના જાતકોમાં સાહસ વૃદ્ધિના દર્શન થાય, પરિવારમાં નાના ભાઈઓ સાથે મતભેદ થાય. મુશ્કેલી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. સામાજીક કાર્યોમાં સફળતા મળે. યાત્રાના યોગ છે.