ટવીટર, ફેસબુક, એમેઝોન બાદ હવે ગુગલના કર્મીઓ પર પણ છટણીની લટકતી તલવાર

16 November 2022 11:41 AM
India Technology
  • ટવીટર, ફેસબુક, એમેઝોન બાદ હવે ગુગલના કર્મીઓ પર પણ છટણીની લટકતી તલવાર

♦ સંભવિત મંદી પુર્વે આઈટી કંપ્નીઓમાં છટણીનો દોર

♦ વિજ્ઞાપ્નની ઘટતી આવક સામે ખર્ચને ઘટાડવા ગુગલ કર્મચારીઓને ગમે ત્યારે છૂટા કરી શકે છે

નવી દિલ્હી તા.16
ટવીટર, એમેઝોન, ફેસબુક બાદ હવે ગુગલમાંથી પણ કર્મચારીઓ પર છટણીની તલવાર લટકી રહી છે, જેથી ગુગલ પણ ખર્ચ ઘટાડવા ગમે ત્યારે કર્મચારીઓની છટણી કરી શકે છે. હાલ મોટી મોટી આઈટી કંપ્નીઓ સંભવિત મંદીનો સામનો કરી રહી છે. ખર્ચમાં ઘટાડો કરવા આ કંપ્નીઓ કર્મચારીઓની છટણીની તલવાર ચલાવી રહી છે.

ખરેખર તો એકટીવીસ્ટ રોકાણકાર ટીસીઆઈ ફંડ મેનેજમેન્ટે ગુગલની પેરેન્ટ કંપ્ની અલ્ફાબેટને કહ્યું છે કે તે પોતાના કર્મચારીઓની સંખ્યા ઓછી કરે, જેથી ખર્ચમાં ઘટાડો થઈ શકે. અલ્ફાબેટમાં 2017થી 6 બિલિયનની ભાગીદારી વાળા રોકાણકારે કંપ્નીને કહ્યું છે કે કંપ્ની પાસે ખૂબ જ વધુ સંખ્યામાં કર્મચારીઓ છે અને દર કર્મચારી પર ખર્ચ ઘણો છે.

અલ્ફાબેટ હાલ વિજ્ઞાપ્નદાતાઓ દ્વારા ખર્ચમાં કપાતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિમાં કંપ્નીએ ઓકટોબરના અંતમાં કહ્યું હતું કે તેની યોજનાની અડધાથી વધુ ભરતી યોજનામાં કાપ મુકવાની છે.

ઉલ્લેખનીય છે કે ટવીટરે અત્યાર સુધીમાં 3700 કર્મીઓને, નેટા (ફેસબુક) એ 11000, માઈક્રોસોફટે 1000, નેટ ફિલકસે 500, સ્નેપચેટે 1500, એમેઝોને 10000 કર્મચારીઓની છટણી કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement