ગુજરાતમાં મતદાનની ટકાવારી જ વિધાનસભામાં બેઠકોની રેસમાં નિર્ણાયક બનશે

16 November 2022 12:29 PM
Elections 2022 Gujarat Politics
  • ગુજરાતમાં મતદાનની ટકાવારી જ વિધાનસભામાં બેઠકોની રેસમાં નિર્ણાયક બનશે

♦ હિમાચલમાં શહેરી વિસ્તારમાં થયેલું ઓછુ મતદાન ભાજપ માટે ચિંતા સર્જી શકે

♦ ભાજપ 50%થી વધુ વોટશેર ન ધરાવે તો પણ 125એ પહોંચી શકે : કોંગ્રેસ માટે વોટશેર કરતા ત્રિપાંખીયો જંગ વધુ નુકશાન કરી શકે : આમ આદમી પાર્ટી 17 થી 27% વોટશેર મેળવે તો 1 થી 10 બેઠકો મેળવી શકે

રાજકોટ,તા. 16
હાલમાં જ એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ‘આપ’ને કેટલી બેઠક મળશે તે અંગે ચૂંટણીના આખરી તબક્કામાં તેઓ કહેશે તેવું જાહેર કર્યું હતુ પરંતુ લેખીતમાં કોંગ્રેસ 5 બેઠકથી વધશે નહીં તેવું જણાવ્યું. રાજ્યની 182 બેઠકમાંથી 92 બેઠકના વીનીંગ માર્ગથી આગળ વધવા માટે ભાજપ સડસડાટ દોડી રહ્યું છે અને આ ચૂંટણીનો લક્ષ્યાંક 150 બેઠકોનો છો.

જો કે તમામ સર્વે ભાજપને 125 થી 130 બેઠકો આપી રહ્યા છે. જ્યારે એક તબક્કે આમ આદમી પાર્ટીને 17 ટકા સાથે ઝીરો બેઠક આપી રહ્યા હતા તે સર્વે હવે આમ આદમી પાર્ટી 15 થી 20 બેઠકો મેળવી જશે તેવો અંદાજ આપે છે પરંતુ અરવિંદ કેજરીવાલનો ટાર્ગેટ ગુજરાતમાં વધુને વધુ વોટશેર મેળવીને રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો મેળવવાનો છે. તે ઉપરાંત તેઓ દિલ્હી મોડેલ તથા પરિવર્તનમાં આગળ વધી રહ્યા છે.

ભાજપે ગત ચૂંટણીમાં પણ 150 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ 99એ અટકી ગયો. જ્યારે પક્ષને લોકસભામાં વોટશેર વધુ હોય છે પરંતુ ધારાસભામાં કદી તે 50%ને પણ પાર કરી શક્યો નથી. વાસ્તવમાં ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ છે તેથી ઓછા વોટશેરમાં પણ ભાજપ વધુ બેઠકો મેળવી શકે છે. 2017માં ઓછામાં ઓછી 30 બેઠકો એવી હતી કે જેમાં વિકટરી માર્જીન અત્યંત સાંકડા હતા અને કોંગ્રેસ પક્ષને તેમાં ફાયદો પણ થયો પણ ભારતીય જનતા પક્ષને એ રાહત થઇ કે તેઓ સતા જાળવવામાં સફળ રહ્યા હવે કોંગ્રેસ પક્ષ 125 બેઠકોનો આશા રાખે છે.

પરંતુ આ પક્ષને એક પણ સર્વે 50 બેઠકો સુધી પહોંચાડતો નથી. મહત્વનું એ છે કે આમ આદમી પાર્ટીએ 17%માંથી ઓછામાં ઓછા 27% વોટ બેન્ક સુધી પહોંચે તો ઇલેકશન ગણિત મુજબ તેને 10 થી 15 બેઠકો મળી શકે છે. ભાજપની બેઠકો 2002 પછી સતત ઘટી રહી છે અને કોંગ્રેસની વધી રહી છે પરંતુ 2017ની ચૂંટણી તેમાં અલગ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement