વિરમગામમાંથી ધારાસભા ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલે ગઇકાલે પોતાનું ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું હતું અને જાહેર મંચ પર કહ્યું કે હું 28 વર્ષનો છકડો છું જેમ હંકારશો તેમ ચાલીશ. મને આટલી નાની ઉમરમાં દેશના સૌથી મોટા રાજકીય પક્ષે ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે અને આપણે સૌ એક મોટો જંગ લડવા જઇ રહ્યા છીએ.
હાર્દિક પાક્કો રાજકારણી બની ગયો હોય તે રીતે વિધાનો કર્યા હતા અને જણાવ્યું હતું કે આજે હું ફોર્મ ભરવા જઇ રહ્યો નથી પરંતુ વિરમગામના 3 લાખ લોકો ફોર્મ ભરવા જઇ રહ્યા છે. હાર્દિકે પોતાને 28 વર્ષના છકડા તરીકે ગણાવ્યો હતો અને ઉમેર્યું કે તમે મને જેમ હંકારશો તેમ હું ચાલીશ.