રેશ્મા પટેલે NCP સાથે છેડો ફાડ્યો : ‘આપ’માં જોડાશે : હાર્દિક સામે ઉમેદવાર ?

16 November 2022 12:32 PM
Rajkot Elections 2022 Gujarat Politics
  • રેશ્મા પટેલે NCP સાથે છેડો ફાડ્યો : ‘આપ’માં જોડાશે : હાર્દિક સામે ઉમેદવાર ?

જો કે ‘આપે’ અગાઉ જ ઠાકોર સમાજના દાવેદારને ટીકીટ આપી દીધી છે : હવે રેશ્માને લડાવે તો ચૂંટણી ગણીત બગડી શકે

ગોંડલ વિધાનસભા ચૂંટણી લડવા માટે એનસીપીએ મેન્ડેટ ન આપતા અંતે આ પક્ષના મહિલા નેતા આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાય રહ્યા છે અને તેઓ વિરમગામમાં પાટીદાર અનામત આંદોલનના જુના સાથીદાર હાર્દિક પટેલ સામે ચૂંટણી લડવા જશે તેવા સંકેત છે.

જો કે ‘આપ’ દ્વારા વિરમગામ માટે પોતાના ઉમેદવાર જાહેર કરી દેવાયા છે અને તેથી રેશ્મા પટેલને પક્ષ મેન્ડેટ આપશે કે કેમ તે પ્રશ્ન છે. પરંતુ આજે ‘આપ’માં પ્રવેશ સમયે તેનો સંકેત મળી શકે છે. રેશ્મા પટેલ પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલની સાથે હતા અને બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

પરંતુ ભાજપમાં તેમને મહત્વ ન મળતા એનસીપીમાં ગયા હતા અને લાંબો સમય સુધી આ પક્ષમાં રહ્યા બાદ હવે ગોંડલ બેઠક માટે મેન્ડેટ ન મળતા તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે અને વિરમગામમાં તેઓ ‘આપ’ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે પરંતુ અહીં આમ આદમી પાર્ટી દ્વારા અગાઉથી જ ઠાકોર સમાજના ચંદુજી ઠાકોરને ટીકીટ આપી છે.

હાર્દિક પટેલ તથા રેશ્મા પટેલની ટક્કરથી પાટીદાર મતોમાં વિભાજન થાય તો કોંગ્રેસના ઉમેદવારને ફાયદો થઇ શકે છે. હવે આમ આદમી પાર્ટી ફક્ત આ એક સેલીબ્રીટી ગણી શકાય તેવા ઉમેદવાર માટે ચૂંટણીનું ગણિત બગાડશે કે કેમ તેના પર નજર છે.


Related News

Advertisement
Advertisement
Advertisement