જબરા રોડ-શો સાથે ઉમેદવારી નોંધાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

16 November 2022 01:37 PM
Ahmedabad Elections 2022 Gujarat Politics
  • જબરા રોડ-શો સાથે ઉમેદવારી નોંધાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
  • જબરા રોડ-શો સાથે ઉમેદવારી નોંધાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

► સતત બીજી વખત અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રીની ઉમેદવારી

► કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રહ્યા : ભાજપના હજારો કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીનું અભિવાદન : કેસરિયો માહોલ છવાઇ ગયો

અમદાવાદ,તા. 16 : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવાના આવતીકાલના આખરી દિન પૂર્વે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જબરા રોડ-શો સાથે ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ તેમની સાથે રહ્યા હતાં. શ્રી પટેલ આ બેઠક પર બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.

આજે સવારે તેઓએ ત્રિમંદિર ખાતે દર્શન કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ સાથે અમદાવાદના પ્રભાત ચોકથી સોલા સુધીનો જબરો રોડ શો કર્યો હતો અને તેમાં હજારો કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ઉપરાંત ઘાટલોડિયામાં મુખ્યમંત્રીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન થયું હતું.

શ્રી પટેલે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાનની પૂજા અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા હતા અને બાદમાં રોડ-શો સ્થળે પહોંચતા જ ગૃહમંત્રી અમિત શાહે પુષ્પગુચ્છ આપીને મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને સમગ્ર રોડ-શો દરમિયાન ખુલ્લી જીપમાં બંને નેતાઓએ અભિવાદન ઝીલ્યું હતું. સમગ્ર માર્ગ પર બંને તરફ કેસરીયો માહોલ છવાય ગયો હતો. વિવિધ વેપારી એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને માર્ગ પર અભિવાદન કરાયું હતું અને યુવા ભાજપના 1000 કાર્યકર્તાઓ આ રોડનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમજ ઉમેદવારી નોંધાવતા સમયે શ્રી અમિત શાહ પણ તેમની સાથે રહ્યા હતા.

ભુપેન્દ્ર પટેલ ચૂંટણી પછીના ભાવિ મુખ્યમંત્રી : અમિત શાહનો પુનરોચ્ચાર
ડાયરીમાં લખી લો-ભાજપ તમામ રેકોર્ડ તોડીને ફરી સરકાર બનાવશે : હુંકાર
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવા રવાના થયા હતા ત્યારે વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી ભવ્ય સભામાં ગુજરાત ભાજપના મેન્ટર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતા કહ્યું કે ચૂંટણી પછી ભુપેન્દ્ર પટેલ જ ગુજરાતના મુખ્યમંત્રી હશે. ભાજપ 1990થી રાજ્યમાં એક પણ ચૂંટણીમાં પરાજીત થયો નથી અને મારી વાત ડાયરીમાં લખી નાખો કે 2022માં તમામ રેકોર્ડ તોડીને ભાજપ ફરી સરકાર બનાવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement