જામનગર તા.16:
વિધાનસભા ની ચૂંટણી 2022માં જામનગર જિલ્લાની પાંચ બેઠક માટે કુલ 439 ઉમેદવારી ફોર્મ ઉપડેલ હતાં. વિકાસની વાતો વચ્ચે માત્ર ત્રીજા ભાગના 145 ઉમદેવારી પત્રક ભરીને પરત આવ્યા છે.ત્યારે સવાલ એ છે કે લોકો ફોર્મ જોવા માટે લઇ ગયા હશે કે શુ ?
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે સૌથી વધુ 121 ફોર્મ જામનગર ગ્રામયની બેઠક ઉપર ઉપડેલ હતા. જેમાંથી માત્ર 31 ઉમદેવારોના ફોર્મ ભરાઈને પરત આવેલ છે.તો સૌથી ઓછા ફોર્મ કાલાવડ અનામત ની બેઠક ઉપર 42 ફોર્મ ઉપડેલ હતા.જેમાંથી માત્ર 16 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે.તેજ રીતે જોઈએ તો જામનગર 78 ઉતરની બેઠકમાં 100 ફોર્મ ઉપડેલ હતા.
જેમાંથી 41 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે.તો જામનગર 79 દક્ષિણની બેઠક ઉપર 109 ફોર્મ ઉપડેલ હતા. તેમાથી 33 ઉમેડવારીફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જ્યારે જામજોધપુર ની બેઠક માટે કુલ 67 ફોર્મ ઉપડેલ હતા.જેમાંથી 24 ઉમેદવારી પત્રક પરત આવ્યા છે.
આમ જામનગર જિલ્લામાં કુલ 439 ફોર્મ ઉપડેલ હતા. જેમાંથી ત્રીજા ભાગના એટલે કે 145 ઉમેદવારી ફોર્મ પરત આવ્યા છે. ફોર્મ ચકાસણી ક્ષતિગ્રસ્ત, કે ટેક્નિકલ કારણો સર ફોર્મ રદ થયા બાદ બાકી. ઉમેદવારી પત્રક રહયા છે. હવે તા. 17મી સુધીમાં ફોર્મ પરત ખેંચ્યા પછી હરીફ ઉમેદવારો અંગેનું ચૂંટણીના જગનું ચિત્ર સ્પષ્ટ થશે.