આખરે ભાજપે ખેરાલુ-માણસા સહિતની ત્રણ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા: વડોદરાની માંજલપુર બેઠક અંગે નિર્ણય બાકી

16 November 2022 04:44 PM
Vadodara Elections 2022 Gujarat Politics
  • આખરે ભાજપે ખેરાલુ-માણસા સહિતની ત્રણ બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા: વડોદરાની માંજલપુર બેઠક અંગે નિર્ણય બાકી

આવતીકાલે ઉમેદવારીના અંતિમ દિવસ પુર્વે માંજલપુર બેઠક માટે સીટીંગ ધારાસભ્ય યોગેશ પટેલનું જબરુ દબાણ

લાંબી મથામણ બાદ ભાજપે બીજા તબકકાના મતદાન માટેના ચાર ઉમેદવારોમાંથી ત્રણની પસંદગી કરી છે અને હજુ એક બેઠક માટે ભાજપ મંથન કરી રહ્યું છે. ભાજપે ખેરાલુ બેઠક માટે સરદારસિંહ ચૌધરીને ટિકીટ આપી છે જયારે અમિત શાહના વતન માણસામાં જયંતિભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે અને ગરબાડામાં મહેન્દ્રભાઈ ભાગોર ને ચૂંટણી લડવા જણાવ્યું છે.

જો કે હજુ વડોદરાની માંજલપુર બેઠક પર પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ સેવાઈ રહ્યો છે. આ બેઠકમાં ભાજપના સીટીંગ ધારાસભ્ય યોગેશ પટેલે તેમને ટિકીટ આપવા માટે જબરુ દબાણ લાવ્યું છે.

પાટીદાર સમુદાય દ્વારા પણ આ બેઠકમાં યોગેશ પટેલને રીપીટ કરાય તેવી માંગણી કરાઈ છે. આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો આખરી દિવસ છે તેથી ભાજપ આજ સાંજ સુધીમાં નિર્ણય લે તેવી શકયતા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement