માધવપુર ઘેડ તા.17
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામે ભુમાફિયાઓ બેખૌફ બની ગેરકાયદેસર પથ્થર કટીંગ કરી ચોરી કરતા હોવાની બુમરાણ મચી છે.
માધવપુર ઘેડ ગામે સરકારી જમીન અને ગૌચરની જમીન પુધર સીમ નામે ઓળખાતી સર્વે નં.1088 પૈકીમાં ગેરકાયદેસર વીજ જોડાણ મેળવી મશીનો વડે પથ્થર કટીંગ કરી તેનું ટ્રકમાં પરિવહન થઈ રહ્યું હોવા છતાં જવાબદાર અધિકારીઓ- પોલીસ તંત્ર આંખ મીચામણા કરતા હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સ્થળે તપાસ કરવામાં આવે તો ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.