રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન મૂ. વિમલાજી મહાસતીજી આદિ ઠાણાનું ચાતુર્માસ પરિવર્તન

17 November 2022 05:40 PM
Rajkot Dharmik
  • રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન મૂ. વિમલાજી મહાસતીજી આદિ ઠાણાનું ચાતુર્માસ પરિવર્તન

પૂ. ભાગ્યવંતાબાઇ મ. તથા વિજયાબેન શેઠની પુણ્યસ્મૃતિ દિન નિમિતે કાર્યક્રમો યોજાયા

રાજકોટ,તા. 17
પૂ. ભાગ્યવંતાબાઈ મહાસતીજી ની 30મી પુણ્યતિથી તથા વિજયાબેન માણેકચંદ શેઠ ની 16મી પુણ્યતિથી નિમિતે રૂષભ-વાટિકા ખાતે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ હતા. બંન્ને પૂ.બા ની પુણ્યતિથી નિમિતે નાટિકા, ભાવાંજલિ, સ્પિચ સહીત અનેક આયોજનો કરવામાં આવેલ હતા.

ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તિ પૂ. પારસમૈયા પૂ.રંભાબાઈ મ. ના સુશિષ્યા સ્વાધ્યાય પ્રેમી પૂ. વિમલાજી મહાસતીજી આદી ઠાણા નો શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ શેઠ પૌષધશાળા થી પદયાત્રા સાથેનો રૂષભ-વાટિકાના આંગણે પૂ. મહાસતીજીઓનો ચાતુર્માસ પિરવર્તનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. નવકારશી શેઠ પિરવાર તરફથી હસ્તે રૂષભભાઈ સી. શેઠ કરવામાં આવેલ હતો. રપ0 ઉપરાંત ભાવુકો પદયાત્રામાં જોડાઈને અલભ્ય લાભ લીધેલ હતો. વૈયાવચ્ચ રત્નશ્રી ચંદ્રકાંતભાઈ શેઠએ માતુશ્રીના ઉપકારનું ૠણ કદી પણ ન ચુક્વી શકાય એવા ઉદગાર સાથે ભાવાંજલી આપેલ હતી.

આ ચાતુર્માસ પિરવર્તન ના કાર્યક્રમમાં ખૂબ જ બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓએ લાભ લીધેલ હતો. પૂ. મહાસતીજીએ પૂ. વિજયાબા ને યાદ કરી એમની પૂ. સાધુ-સંતો પ્રત્યેની ભક્તિ અને પ0 વર્ષ સુધી પાણીના ત્યાગની અનુમોદના કરેલ હતી. પૂ. ભાગ્યવંતાબાઈ મહાસતીજીના સંથારા સ્મૃતિપટ પર લાવી લાખો માણસોને જે રીતે દર્શનનો લાભ લઈ ભાવુક બનેલા હતા તેની યાદો તાજી કરેલ હતી. વિણાબેન શેઠ અને સંજયભાઈ મહેતાએ કાર્યક્રમનું સંચાલન કરેલ હતુ. બિપીનભાઈ પારેખે આભારવિધિ કરેલ હતી. અને પૂ. મહાસતીજીને ફરી પાછા પધારવા માટે વિનંતી કરેલ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement