ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ફૂલ ફોર્મમાં છે અને તેઓ આક્રમક રીતે ગુજરાતમાં ઉડાઉડ કરીને પ્રચાર કરી રહ્યા છે. જો કે પ્રદેશ પ્રમુખ બન્યા પહેલા પણ તેઓએ પ્રવાસના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને રાજ્યભરમાં સતત તેઓ પ્રવાસ કરીને ભાજપના સંગઠનને દોઢ વર્ષ પહેલા જ દોડતુ કરી દીધું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રચંડ વિજયમાં પણ ભૂમિકા ભજવી હતી. ગઇકાલે તેઓએ સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર સમયે એક નિવેદન આપ્યું અને કહ્યું કે મતદાન પહેલા પરિણામ નક્કી થઇ ગયું છે.
દિલ્હીથી આવેલ પાર્ટી રોકડીયા પાર્ટી છે અને રેવડી-રેવડા દઇ જાય છે. કોંગ્રેસના કારનામા અને કૌભાંડ બોલે છે. તેઓએ અંતે કહ્યું કે રાજસ્થાનમાં તેમની સરકાર ક્યારે જશે તે પણ નક્કી નથી.