ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે ત્યારે નવસારી બેઠક પરથી એક સમાચાર છે જેમાં રાજકોટની જેલમાં પાસામાં પુરાયેલા એક કેદીએ નવસારીમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેણે અપક્ષ તરીકે પોતાના ધારાશાસ્ત્રી મારફત ફોર્મ ભર્યું છે અને આ માટે કલેક્ટરની મંજૂરી લઇને ઉમેદવારી નોંધાવી છે.