દોડતો પ્રચાર...આરટીઓ કે પોલીસના નિયમની પણ ઝંઝટ નહીં

18 November 2022 11:07 AM
Rajkot Politics
  • દોડતો પ્રચાર...આરટીઓ કે પોલીસના નિયમની પણ ઝંઝટ નહીં

રાજકોટ,તા. 18
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ સૌપ્રથમ રિક્ષાના હુડ પર એક મોકો કેજરીવાલને તેવા બેનર સાથે પ્રચાર કર્યા બાદ હવે કોંગ્રેસ અને ભાજપે પણ હવે આમ આદમીની આ સવારીને દોડતા કેમ્પેઇન તરીકે ઉપયોગ શરુ કર્યો છે અને આ એડથી રિક્ષાચાલકો માટે ગુજરાતની ચૂંટણી એ ખુબ જ ઉપકારક બની ગઇ છે.

સામાન્ય રીતે જે વાહનોનો કોઇપણ પ્રકારની એડમાં ઉપયોગ થતો હોય તો તે આરટીઓ અને પોલીસમાં નોંધાયેલું હોવું જરુરી છે અને આ વાહનોમાં લાઉડ સ્પીકર રાખી
શકાતું નથી તેમજ કોઇપણ સ્થળે પાર્ક કરી શકાતું નથી અને તે મુવીંગ એટલે કે દોડતુ રાખવું પડે છે.

પરંતુ ચૂંટણીમાં આ પ્રકારના વાહનોને બદલે ઓટો રીક્ષાએ સૌથી રસપ્રદ સાધન બની ગયું છે અને રિક્ષાચાલકો પણ અત્યાર સુધીમાં ત્રણેય પક્ષોના એજન્ટો મારફત ચાલુ માસમાં પોતાની રિક્ષાને દોડતી રાખીને તથા આરટીઓના નિયમોમાં પણ ન આવી શકે તે રીતે કમાણી કરી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement