ટ્વિટરના કર્મચારીઓના સામૂહિક રાજીનામા: ઓફિસોને તાળા

18 November 2022 11:46 AM
India Technology World
  • ટ્વિટરના કર્મચારીઓના સામૂહિક રાજીનામા: ઓફિસોને તાળા

એલન મસ્કની આકરી પોલીસીથી કર્મચારીઓ પરેશાન: અર્ધોઅર્ધની હકાલપટ્ટી

ન્યુયોર્ક તા.18
માઈક્રો બ્લોગીંગ સાઈટ ટવીટરની ખરીદી બાદ દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ એલાન મસ્કના સતત દબાણને પગલે કર્મચારીઓએ સામૂહિક રાજીનામાનો દોર શરૂ કરતા સંખ્યાબંધ ઓફીસોને તાળા લાગવા માંડયા છે. આવતા દિવસોમાં રાજીનામા-છટણીનો પ્રવાહ વધી શકે છે.

ટવીટર હસ્તગત કર્યા બાદ મસ્ક અનેકવિધ બદલાવ કરી રહ્યા છે અને કર્મચારીઓને આકરી મહેનત કરવાની ચેતવણી આપી રહ્યા છે. ત્રણ મહિનાનો પગાર લઈને સ્વૈચ્છીક રાજીનામાનો વિકલ્પ પણ આપ્યો છે. આ સંજોગોમાં મોટી માત્રામાં સ્વૈચ્છીક રાજીનામ પડતા અનેક ઓફિસોને તાળા મારવાની હાલત સર્જાઈ છે.

અત્રે ઉલ્લેકનીય છે કે મસ્કે અર્ધોઅર્ધ કર્મચારીઓની હકાલપટ્ટી કરી જ નાખી છે. વર્ક ફ્રોમ હોમ કલ્ચર પણ બંધ કરી દીધુ છે. આકરી પોલીસીથી ફફડેલા કર્મચારીઓ રાત્રે પણ ઓફિસમાં જ સૂવા લાગ્યા છે. મસ્કે કર્મચારીઓ માટે ફોર્મ જારી કર્યુ છે અને નોકરીની શરતો મુકી છે તેનો ભંગ કરનારને ત્રણ માસનો પગાર આપીને હાંકી કાઢવામાં આવશે.

એવી વિગતો બહાર આવી છે કે ટિવટરનું સુકાન-જવાબદારી યોગ્ય રીતે સંભાળી શકે તે માટે નવા વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે. મસ્ક વ્હેલીતકે ટવીટરનું પુર્નગઠન કરીને ફરી ધ્યાન ટેસ્લામાં કેન્દ્રીત કરવા માંગે છે.

ટવીટરમાંથી કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની સાથોસાથ મસ્ક તે ઓફિસોને પણ તાળા મારવા લાગ્યા છે. કર્મચારીઓ ઉશ્કેરાટમાં તોડફોડ કરે તેવો ભય સતાવી રહ્યો છે. મીડીયા રીપોર્ટ પ્રમાણે ટવીટરની કચેરીઓ 21 નવેમ્બરથી ફરી ખોલવામાં આવશે.

આર્થિક મંદીનો ભય: કર્મચારીઓની છટણી આવતા વર્ષે પણ ચાલુ રાખવા એમેઝોનનું એલાન
વૈશ્ર્વિક આર્થિક મંદીની આહટથી અમેરિકાની ટોચની કંપનીઓએ છટણીનો દોર શરુ કર્યો છે ત્યારે ઈ-કોમર્સ ક્ષેત્રની મહારથી કંપની એમેઝોનના વડા એન્ડી જેમીએ આવુ જાહેર કર્યુ છે કે 2023માં આવતા વર્ષે પણ છટણીનો દોર જારી રહેશે અને ખર્ચ ઘટાડવાના ઉપાયો ચાલુ રાખવામાં આવશે.

એમેઝોને છેલ્લા વર્ષોમાં અભૂતપૂર્વ વિકાસ હાંસલ કર્યો હોવા છતાં મોટાપાયે છટણીથી સમગ્ર કોર્પોરેટ જગત સ્તબ્ધ છે. ટવીટર, મેટા, સેલ્સફોર્સ જેવી કંપનીઓમાં પણ છટણી આવી જ રહી છે. એમેઝોનના વડાએ કહ્યું કે વ્યવસાયિક હાલતને ધ્યાને રાખીને ખર્ચકાપના કદમ ઉઠાવ્યા સિવાય છુટકો નથી. તમામ લીડરોને કર્મચારીઓની સંખ્યા તથા ભાવિ રોકાણ વિશે વિચાર કરી રહ્યા છે.

લાંબા ભવિષ્યની પ્રાથમીકતા નકકી કરવામાં આવી રહી છે. આર્થિક હાલત પડકારજનક હોવાથી ચાલુ વર્ષે મુશ્કેલભર્યુ હશે. કંપનીએ 10000 કર્મચારીઓની છટણીનું એલાન કર્યુ છે. ટવીટર, મેટા, માઈક્રોસોફટ જેવી કંપનીઓમાં પણ છટણી ચાલી જ રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement