વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઝેરી દવા પીને યુવાનનો આપઘાત

18 November 2022 11:55 AM
Morbi Crime
  • વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઝેરી દવા પીને યુવાનનો આપઘાત

લક્ષ્મીનગર ગામ પાસે શિવ સોસાયટીના યુવાને કારમાં ઝેરી દવા ગટગટાવી


મોરબી તા.18
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેનું મોત થયું હતું.

જાણવા મળતી વીગત પ્રમાણે પીપળીયારાજ ગામે રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ ફાંગલીયા (ઉંમર 38) પોતાની વાડે હતા ત્યારે ઝેરી દવા પી જતા તેનો ભાઈ સુરેશભાઈ કરમશીભાઈ ફાંગલિયા રહે. પીપળીયારાજ તાત્કાલિક તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યો હતો જો કે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને રાજુભાઈ ફાગલીયાને મૃત જાહેર કર્યા હતા અને વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઈજા
ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક નજીક છરી વડે કરવામાં આવેલ હુમલામાં જીગ્નેશ અમરાભાઇ અને જયેશ અમરાભાઇ નામના બે યુવાનોને ઇજા થતા સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે માળિયા મીંયાણાના મોટા દહીંસરા ગામના કમળાબેન રમેશભાઈ પાંચિયા નામની 45 વર્ષીય મહિલાને વિશાલ ફર્નિચર પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થતાં સારવારમાં લઈ જવાયા હતા. તેમજ મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર આવેલ શિવ સોસાયટીમાં રહેતા અક્ષયગીરી પ્રવીણગીરી ગોસ્વામી નામના 26 વર્ષના યુવાને લક્ષ્મીનગર ગામ પાસે કારમાં બેઠા બેઠા કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે સમર્પણ હોસ્પીટલે ખસેડાયો હતો તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement