ઉના,તા.18
ઊના ભાવનગર હાઇવે રોડ પર આવેલ ગાંગડા ગામ પાસે પુલ નજીક રસ્તા પર રાત્રીના એક વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રસ્તાની સાઇડમાં પલ્ટી ખાઇ રસ્તા દૂર સુધી ફંગોળાઇ ગયેલ હતી.
આ અકસ્માત સર્જાતા આજુબાજુમાં રહેતા લોકોને ધડાકાભેર અવાજ સંભળાતા ઘરની બહાર નિકળી ગયા હતા. આ કારમાં પોલીસ કર્મી રાહુલભાઇ સહીત બે વ્યક્તિઓ હોવાનું જાણવા મળેલ જોકે આ અકસ્માતની ઘટનામાં બન્ને વ્યક્તિઓનો આબાદ બચાવ થયેલ હતો. અને ઘટના સ્થળે પોલીસ પણ પહોચી ગયેલ હતી. કારમાં ભારે નુકસાન થયેલ જોવા મળેલ દિવસ દરમ્યાન આ કારને બાવડના ઝાડ માંથી બહાર કાઢી લેવામાં આવેલ છે. અગાઉ પણ આ પુલ નજીક રસ્તાની સાઇડમાં કટ હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાય છે. તંત્ર દ્રારા તાત્કાલીક રસ્તાની સાઇડો વ્યવસ્થિત રીતે બુરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગણી ઉઠવા પામેલ છે.