મોરબી તા.18
ગુજરાતી એસટી નિગમમાં ચાલતી ભંગાર બસો બંધ કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
એસટી નિગમમાં આજના સમયે ઘણી સ્લીપર કોચ એસટી બસ તથા ગુર્જર નગરી બસો કે જેના કિલોમીટર પણ પુરા થઈ ગયેલ છે તેવી બસો ચલાવવામાં આવે છે.બસની આવરદા પુરી થઇ ગઇ હોવા છતાં લાંબા રૂટમાં જેમકે સુરત, દાહોદ રૂટ ઉપર ચાલે છે અને માનવ જીવન સામે ખુલ્લેઆમ ચેડા થાય છે.નિગમના નિયમો મુજબ જે બસના કિલોમીટર પૂરા થઈ ગયેલ હોય તેને સ્ક્રેપ (ભંગાર) કરવી જોઈએ છતાં અધિકારીઓ આવી બસો પણ રૂટ ઉપર ચલાવે છે અને બાદમાં દોષનો ટોપલો ડ્રાઇવર ઉપર નાખવામાં આવે છે જે વ્યાજબી નથી.
આવી ભંગાર બસોનું જ્યારે અકસ્માત થાય ત્યારે કરોડો રૂપિયાના સરકાર કે વીમા કંપનીએ મુસાફરને ચૂકવવા પડે છે અને નિગમ ખોટના ખાડામાં ઉતરે છે તેથી આવી તમામ બસો કે જેના કીલોમીટર પુરા થઇ ગયા હોય તેને સ્ક્રેપ કરવી જોઈએ તેવી માંગ અહીંના જાગૃત નાગરીક પી.પી.જોશીએ કરેલ છે.