માળીયા (મી)ના હરિપર પાસે ડિવાઇડર કૂદીને ટ્રેલર ટ્રક સાથે અથડાતાં અકસ્માત: ડ્રાઇવર-ક્લીનરને ઇજા

18 November 2022 12:23 PM
Morbi
  • માળીયા (મી)ના હરિપર પાસે ડિવાઇડર કૂદીને ટ્રેલર ટ્રક સાથે અથડાતાં અકસ્માત: ડ્રાઇવર-ક્લીનરને ઇજા

ટંકારા અને માળીયામાં વરલીનો જુગાર રમાડતા બે શખ્સો પકડાયા


મોરબી તા.18
મોરબી કચ્છ હાઇવે ઉપર હરીપર ગામ પાસે આવેલ દેવસોલ્ટ નજીક ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલર ડિવાઈડર ઉપર ચડાવી દીધું હતું ત્યારબાદ તે ટ્રેલર સામેથી આવતા ટ્રક સાથે અથડાતા અને ટ્રક પલટી મારી જતા ટ્રક ડ્રાઇવર અને કલીનરને નાના મોટી ઈજાઓ થઈ હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ અંજારના રતનાલ ગામના રહેવાસી ભરતભાઈ વિભાભાઈ કરમટા રબારી (22) એ હાલમાં તુલસારામ સનુરારામ બેનીવાલ ચૌધરી (39) રહે. હાલ સામખીયારી અંબે રોડ કેરિયર્સ હરિ ઓમ વેબ્રિજની બાજુમાં તાલુકો સામખીયારી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ ટ્રેલર બેફિકરેથી ચલાવીને રોડ વચ્ચેના ડિવાઈડરને કૂદાવીને સામેથી પસાર થતા ટ્રક નંબર જીજે 12 બીઝેડ 0532 માં ટ્રેલર અથડાવ્યું હતું જેથી કરીને ટ્રક પલટી મારી ગયો હતો અને ટ્રક ડ્રાઇવર તેમજ ફરિયાદી ભરતભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા વાહનમાં પણ નુકસાની થયેલ હતી જેથી ભરતભાઈ કરમટાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગારી પકડાયા
ટંકારાના ઉગમણા નાકા પાસે વરલી જુગારના આંકડા લેતો ઈરફાન અબુભાઈ તૈલી ઘાંચી (34) રહે. ટંકારા મળી આવ્યો હોય પોલીસે 1270 ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આવી જ રીતે માળીયા મીયાણામાં તળાવની પાળ પાસે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા અબ્દુલ ઉર્ફે અબલો હબીબભાઈ જેડા મિયાણા (40) વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 430 ની રોકડ કબજે કરીને તેની ધરપકડ કરી હતી.


Advertisement
Advertisement
Advertisement