મોરબી તા.18
મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ શક્તિ ચેમ્બર નજીક ડમ્પર ચાલકે બાઈકને લીધું હતું જેથી બાઈક ઉપર જઈ રહેલા યુવાનને માથામાં ગંભીર થવાથી તેનું મોત નીપજયું હતું.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મુનનગર ચોક પાસે આવેલ ન્યુ ચંદ્રેશ નગર સોસાયટી શેરી નં-3 માં રહેતા હર્ષદભાઈ ડાયાભાઈ ફુલતરીયા પટેલ (36) એ ડમ્પર નંબર જીજે 36 ટી 7025 ના ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો કૌટુંબિક ભાઈ કપિલ ફૂલતરીયા (ઉંમર 25) પોતાનું બાઈક નંબર જીજે 3 એફઆર 9612 લઈને લાલપર ગામ નજીક આવેલ શક્તિ ચેમ્બર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે કપિલના બાઈકને હડફેટે લીધું હતું જેથી કપિલને માથાના ભાગે ગંભીરતા હોવાથી તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
યુવતી સારવારમાં
વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે માટેલ રોડ ઉપર આવેલ ગ્રીન ઝોન સીરામીક નજીક રહેતા પૂજાબેન મોહનભાઈ ડાવર નામની 16 વર્ષીય સગીરાએ કોઈ કારણોસર ઘરે ફાંસો ખાઈ લેતા મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી એ ડિવિઝનના એચ.એમ. ચાવડાએ તપાસ કરી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. જયારે તાલુકાના ભડિયાદ ગામે રહેતો નાનજીભાઈ હીરાભાઈ ધોકડિયા નામનો 40 વર્ષનો યુવાન ભડીયાદ ગામે ગટર નાંખવા માટે ખોદવામાં આવેલ ખાડામાં બાઈક સહિત પડી જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લેવાયો હતો.