મોરબી તા.18
શનાળા ગામે કાર ધીમી કરવા બ્રેક મારતા ધૂળની ડમરી ઉડી હતી જેથી ત્યાં બેઠેલા શખ્સોએ ગાળો આપીને બોલાચાલી ઝઘડો કર્યો હતો.જેથી બંને પક્ષેથી સામસામે મારામારીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે પૈકી એક પક્ષના નવ હુમલાખોરોની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
સારવાર લીધા બાદ મહેશભાઈ સોલંકીએ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિપત ઉર્ફે ભૂરો રવજીભાઇ વાઘેલા, સંજય ઉર્ફે ગોવિંદ મનસુખભાઈ વાઘેલા (22), નિતીન ઉર્ફે લાલો ધનજીભાઈ સોલંકી (27), પંકજ પ્રેમજીભાઈ વાઘેલા (20), મયુર પ્રેમજીભાઈ વાઘેલા (18), પ્રકાશ ઉર્ફે કાળો મનસુખભાઈ વાઘેલા 18), મનોજ ધનજીભાઈ સોલંકી (21), બીપીન ગણેશભાઈ સોલંકી (19) તેમજ કમલેશ હરિભાઈ વાઘેલા (24) રહે. બધા શકત શનાળા મોરબી વાળાઓની મારામારી સબબ રાયોટીંગ સહીતની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે.
એસિડ પી જતા
લાતી પ્લોટ પાસે.જોન્સનગર વિસ્તારમાં રહેતા સિકંદર અલાઉદીન કટિયા મિંયાણા નામના 29 વર્ષના યુવાને મોરબીના જેલ રોડ ઉપર આવેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક રોડ ઉપર એસીડ પી લીધું હતું જેથી તેને અત્રે મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો એ ડિવિઝનના એચ.એમ. ચાવડાની તપાસ કરતાં ખુલ્યું હતું કે પત્ની સાથે થયેલ ઝઘડા અને બોલાચાલીનું લાગી આવતાં તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..! જ્યારે મોરબીના ટંકારામાં આવેલ લજાઇ ચોકડીએ ધાર્મિ રોટોપ્રિન્ટ નામના યુનિટમાં રહીને મજૂરી કામ કરતા રશ્મિબેન સનીભાઈ યાદવ નામની 22 વર્ષીય પરપ્રાંતિય મહિલાએ એસિડ પી લેતા તેણીને પણ અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી. તેણીનો લગ્નગાળો ચાર વર્ષનો હોય હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી રહી છે.