કોડીનારના આલીદર ગામે વીજ કરંટથી મૃત્ય પામેલ સિંહણનો મૃતદેહ સળગાવી દીધાની શંકા: તપાસ શરૂ

18 November 2022 12:42 PM
Veraval Crime
  • કોડીનારના આલીદર ગામે વીજ કરંટથી મૃત્ય પામેલ સિંહણનો મૃતદેહ સળગાવી દીધાની શંકા: તપાસ શરૂ

વન વિભાગે એફ.એસ.એલ અને ડોગ સ્કવોર્ડની મદદથી બનાવ સ્થળે રાખના નમુના લીધા: ગામમાં અનેકવિધ ચર્ચા

કોડીનાર,તા.18
કોડીનાર તાલુકાના આલીદર ગામ જંગલ વિસ્તાર ની નજીક નું ગામ હોય અહીં આસપાસ સિંહો નો કાયમી વસવાટ જોવા મળે છે ત્યારે અહીં ની સીમમાં સિંહ કે સિંહણને શોર્ટ લાગતા મૃત્યુ પામતા અને આ મૃતદેહ નો નિકાલ કરવા માટે તેને સળગાવી દેવાની ઘટના બની હોવાનું આ વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે પ્રારંભમાં વનતંત્ર આવી કોઈ ઘટના અંગે સંપૂર્ણ મૌન સેવી બનાવ નો તાગ મેળવવા માટે તંત્ર માં દોડધામ મચી ગઈ છે અને એફ એસ એલ અને ડોગ્સ કોડ ની મદદ પણ લેવાય છે ત્યારે આ ઘટના સાથે સંકળાયેલા સવાલો ના જવાબ મળ્યા નથી.


આલીદર ગામના લોકોમાં ચર્ચાથી વિગત મુજબ આલીદર ના કાળીધાર ના ખારા વિસ્તાર માં વીજ કરંટ લગતા મોત પામેલી સિંહણ ના મૃત દેહ ને પુરાવા ના નાશ કરવા ના હેતુ થી સળગાવી દીધા નું વનવિભાગ ના ધ્યાને આવતા તેમણે વિવિધવિભાગો ને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સ્થળે સરકારી ખરાબાની જમીન પર વાવેતર કરાતું હતું. વળી અહીં કોઇ કાયદેસર વીજ જોડાણ પણ ન હતા,

પરંતુ વીજ લાઇનમાંથી સીધો છેડો લેવાયો હતો.વનવિભાગે તેથી વનવિભાગે પીજીવીસીએલને જાણ કરતાં વીજ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન છેલ્લા એક-બે દિવસથી વનવિભાગ સિંહણના મોતને લગતા પુરાવા એકઠા કરી રહ્યું છે. વનવિભાગનું માનવું છે કે, વન્ય પ્રાણી નું મોત વીજકરંટથી થયું છે. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા તેના મૃતદેહને સળગાવાયો હોઇ શકે પણ ચોક્કસ કયું વન્યપ્રાણી નું મોત થયું છે તેની સાચી હકીકતનો તાગ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચીને સળગેલી જગ્યા ઉપરથી રાખના નમુના લઈને તપાસ આદરી તેના પુરાવા ભેગા કરવા એફએસએલ ટીમ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી છે

અહીં જેમની જમીન છે, તે ખેડૂત રાણાભાઇ બાંભણિયાનું પણ વનવિભાગે નિવેદન લીધું છે. જોકે સિંહણનું કે અન્ય કોઈ પ્રાણી નું મોત ક્યાં અને કેવી રીતે થયું? મૃતદેહ કોણે સળગાવ્યો? એ સવાલોના ચોક્કસ જવાબ મેળવવા તપાસ હાથ ધરાઇ છે. આ દિશામાં સાસણ અને જામવાળાના આરએફઓ, બે વેટરનરી ડોક્ટર, ટ્રેકર્સ ટીમ સહિત વનવિભાગનાં લોકોની તપાસ ચાલુ છે.

ગેરકાયદેસર વીજ જોડાણના કેબલ વાયરમાં સાધામાં વન્ય પ્રાણીના વાળ-ચામડીનાં નિશાન
ડામરેકટર જોડાણ લેનાર ખેડૂતને રૂ।.62454નો દંડ ફટકાર્યો
કોડીનાર,તા.18
પી.જી.વી.સી.એલ દ્વારા આલીદર ગામના રહેવાસી રાણાભાઇ ભાયાભાઈ બાભણીયા દ્વારા માલાભાઈ રાણાભાઇના વીજ જોડાણ માંથી ડાયરેક્ટ સર્વિસ વાયર આશરે 500 મીટર લંબાવી ખરાબામાં કબજે કરેલ જમીનમાં કૂવો કરી ડાયરેક્ટ મોટર વાપરતા હતા,આ જમીન અને કુવા સરકારી માલિકીની છે સદર ઇસમ દ્વારા જે 500 મીટર સર્વિસ લંબાવી તેમાં આશરે 7 સાંધા હતા જેમાંથી એક સાંધામાં એક વન્ય પ્રાણી ના વાળ અને ચામડીના નિશાન જોવા મળેલ,આ સાઘા વાળો કેબલ ફોરેસ્ટ વિભાગ ના એફએસએલ ડિપાર્ટમેન્ટ કબ્જે લીધેલ છે હાલ પીજીવીસીએલ કંપની દ્વારા સદર ઈસમ રાણાભાઇ ભાયાભાઈ બાભણીયા ને રૂ।.62454 નું પાવર ચોરીનું બિલ આપેલ છે તેવું પી.જી.વી.સી. એલ ના અધિકારી એ જણાવ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement