મોરબી, તા.18
મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકો આવે છે અને આ ત્રણેય બેઠકો ભાજપ અંકે કરવા માટે હાલમાં જનસંપર્ક કરીને મતદારોને રિજવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તેની સાથોસાથ ભાજપના સ્ટાર પ્રચારકોને ફોજને આજે મોરબી જીલ્લામાં ઉતારવામાં આવી છે મોરબી જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાઓ ઉપર ગુજરાત, યુપી અને એમપી ના સીએમ એક જ દિવસે સભાઓ ગજવશે.
મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે દરમિયાન મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોને અંકે કરવા માટે થઈને ભાજપના સ્ટાર પ્રચારકોની ફોજને આજે મોરબી જિલ્લામાં ઉતારવામાં આવી છે અને એક જ દિવસે દેશના ત્રણ રાજ્યના સીએમ મોરબી જિલ્લામાં જુદી જુદી ત્રણ જગ્યાએ ચૂંટણી સભા ગજવશેટંકારા પડધરી બેઠકના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરિયા માટે રવાપર ગામે બહુચરાજી મંદિર સામેના ભાગમાં આવેલ મેદાનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બપોરે ચાર કલાકે સભાનું સંબોધન કરવાના છે
મોરબી માળિયા વિધાનસભા બેઠકને ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે શહેરના સનાળા રોડ ઉપર આવેલ રત્નકલાના ગ્રાઉન્ડમાં એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ બપોરે ચાર કલાકે સભાનું સંબોધન કરવાના છે તેવી જ રીતે વાંકાનેર કુવાડવા બેઠકના ઉમેદવાર જીતુભાઈ સોમાણી માટે હિન્દુત્વના બ્રાન્ડ આઇકોન અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સવારે 12 વાગ્યે કિરણ સીરામીકના ગ્રાઉન્ડમાં ચૂંટણી સભાને સંબોધન કરવાના છે.