સુરત પુર્વ બેઠક પર ‘આપ’ના ઉમેદવાર કંચન જરિવાલાએ ફોર્મ પાછું ખેંચ્યા બાદ આમ આદમી પાર્ટીએ તેનો તમામ દાવ ડમી ઉમેદવાર સલીમ મુલતાની પર લગાવ્યો હતો. જેઓએ અપક્ષ તરીકે પણ ફોર્મ ભર્યું હતું અને તે મંજુર પણ થયું હતું.
પરંતુ ગઇકાલે ‘આપ’ના નેતાઓ જ્યારે બાકીની 11 ઉમેદવારોની ચિંતા કરી રહ્યા હતા તો ડમી ઉમેદવાર મુલતાની ગુપચુપ જઇને પોતાનું ફોર્મ પાછું ખેંચી આવ્યા જેથી સુરત પૂર્વ બેઠકમાં આપ માટે કોઇ ઉમેદવાર જ ન રહ્યા.