સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં ડો. દર્શિતાબેન શાહના વોર્ડ નં. 9ના ચૂંટણી કાર્યાલયની શરૂઆત

18 November 2022 05:46 PM
Rajkot Elections 2022 Politics
  • સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં ડો. દર્શિતાબેન શાહના વોર્ડ નં. 9ના ચૂંટણી કાર્યાલયની શરૂઆત

► લોકપ્રિય જનસેવિકા ડો. દર્શિતાબેન શાહને મળી રહ્યો છે જનતાનનો અપાર સ્નેહ અને સમર્થન

► રાજકોટ-69 બેઠક પરથી ભાજપ ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહનો ભવ્ય વિજય નિશ્ચિત : કમલેશભાઈ મિરાણી

► રાજકોટની દશેય દિશાઓમાં જ્યાં-જ્યાં નજરે પડે ત્યાં-ત્યાં કમળ.. કમળ,. અને કમળ.. જ નજરે ચઢે છે : હરિભાઈ પટેલ

રાજકોટ : રાજકોટ પશ્ચિમ વિધાનસભા-69 બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી રહેલા જનતાના જાણીતા અને માનીતા ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહના વિરલ વ્યક્તિત્વથી આ વિસ્તારની જનતા જાણે સંમોહિત થઇ હોય તેમ ચૂંટણી પ્રચારના પ્રારંભથી જ તેમને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. રાજકોટ વિધાનસભા બેઠક-69 પરથી ભાજપ ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહના વોર્ડ નં. 9ના ચૂંટણી કાર્યાલયનું સામાજિક અને રાજકીય મહાનુભાવોની હાજરીમાં દબદબાભેર ઉદ્દઘાટન કરવામા આવ્યું હતું.

કાર્યાલયનું ઉદ્દઘાટન કરતા શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ પશ્ચિમ વિધાનસભા-69એ ભાજપની પરંપરાગત બેઠક છે. અહીંથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આપણા માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અને માનનીય પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા જેવા દિગ્ગજોએ પ્રતિનિધિત્વ કરીને આ વિસ્તારને વિકાસની ટોચ પર પહોંચાડ્યો છે ત્યારે ડો. દર્શિતાબેન શાહનો જંગી બહુમતીથી વિજય નિશ્ચિત છે.

આ તકે પૂર્વ સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટ પશ્ચિમ મત વિસ્તારમાં ઘર-ઘર અને દરેક શેરી મહોલ્લાઓમાં કમળ-કમળ અને કમળનું જ સામ્રાજ્ય છે અને દરેક લોકોના દિલમાં કમળ છે. રાજકોટની દશેય દિશાઓમાં જ્યાં-જ્યાં નજરે પડે ત્યાં-ત્યાં કમળ.. કમળ,. અને કમળ.. જ નજરે ચઢે છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપનો જંગી બહુમતીથી વિજય સુનિશ્ચિત છે. તેવું પૂર્વ સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું.

શરૂઆતથી જ ભાજપના યશસ્વી ઉમેદવાર ડો. દર્શિતાબેન શાહનું પ્રચાર કાર્ય તેજ ગતિથી આગળ વધી રહ્યું છે ત્યારે તેમના વધુ એક ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે પૂજારા ટેલિકોમના સંચાલક યોગેશભાઈ પૂજારા, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પૂજારા, સ્થાયી સમિતિના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, વોર્ડ ઇન્ચાર્જ ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, બોર્ડના હોદેદારો પ્રદિપભાઈ નિર્મળ, હિરેન સાપરીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ, કુલદીપસિંહ જાડેજા, વોર્ડના વિવિધ મોરચાના હોદેદારોમાં મનીષાબેન માકડીયા, દેવભાઈ ગજેરા, પ્રદિપભાઈ ધાધલ, સંગઠનના હોદેદારો, કાર્યકરો અને આ વિસ્તારનાં નાગરિક ભાઈઓ-બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement