► ભાજપે સમગ્ર રાજકોટનો સંતુલિત વિકાસ કર્યો છે : ગોવિંદભાઈ પટેલ
► વિધાનસભા-70 મતવિસ્તારને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવાની નેમ : રમેશભાઈ ટીલાળા
રાજકોટ
રાજકોટ વિધાનસભા-70 પરથી ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના વોર્ડ નં. 18ના ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકલાડીલા ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ જંગી માનવમેદનીને સંબોધન કરીને લોકો માટે સતત સેવાકાર્યો કરવાની ખાતરી આપી હતી. રાજકોટ-70ના વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે, ભારતીય જનતા પક્ષે રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યનો સંતુલિત વિકાસ કર્યો છે અને લોકોનું જીવન ધોરણ ઉંચુ આવે તેવા પગલા લીધા છે. રાજકોટ-70 મત વિસ્તારમાં રહેતા લોકો તેમજ વ્યવસાયિક એકમો ધરાવતા લોકોના પ્રશ્નો પરત્વે ભારતીય જનતા પક્ષ હંમેશા જાગૃત રહ્યો છે અને તેના નિવારણ માટે પૂરતા પ્રયાસો કર્યા છે. તેમણે વિધાનસભા-70ના જાગૃત ઉમેદવાર રમેશભાઈ ટીલાળાને જંગી બહુમતીથી વિજયી બનાવવા પણ કાર્યકરો અને મતદારોનો અનુરોધ કર્યો હતો.
આ તકે ધનસુખભાઈ ભંડેરીએ કહ્યું હતું કે, રમેશભાઈ ટીલાળા એક સારુ અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે જે અનેક પ્રકારના સેવાકીય કામો પણ કરે છે. ભારતીય જનતા પાર્ટીને કાયમ ગુજરાતના લોકો વોટ આપીને વિજયી બનાવતા આવ્યા છે જેનુ કારણ છે ભાજપ અવિરતપણે પ્રજાલક્ષી કાર્યો કરે છે. 2014 માં જ્યારે સંપૂર્ણ બહુમતીથી ભાજપની સરકાર આવી ત્યારે કોંગ્રેસ સરકારે ઘણા કૌભાંડો કરેલા જેના ખાડા પૂરતા 8 વર્ષ થઈ ગયા, આપણે સૌ 450 વર્ષથી જેની પ્રતીક્ષા કરીએ છીએ, એ રામ મંદીર બનાવવાનું સપનુ ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ કર્યું છે, એવુ કહી શકાય. આવા અનેક પ્રશ્નોનું નિરાકરણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યું છે.
રમેશભાઈ ટીલાળાએ પોતાના સંબોધનમાં કહ્યુ હતું કે, હું એક ખેડુત પુત્ર છું, હું બધા લોકોને ખાત્રી આપુ છું, જ્યારે પણ કોઈને પણ મારુ કામ પડશે ત્યારે હું હાજર રહીશ, હું ઘણી સેવાકીય સંસ્થા સાથે જોડાયેલો છું. નાનામાં નાના લોકોના પ્રશ્નો, ખેડુતોની સમસ્યાઓથી હું સારી રીતે વાકેફ છું. આ વિસ્તારને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવાનો મારો પ્રયત્ન રહેશે, હું લોકોની તમામ સમસ્યાઓ અને સવાલોનું નિરાકરણ કરું અને સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે આ મતવિસ્તારને સર્વોત્તમ બનાવું. આ અવસરે વોર્ડ નંબર 18ના પૂર્વ કોર્પોરેટર સંજયભાઈ ધવાએ જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન સરકાર કાર્યરત છે. આ ડબલ એન્જીનની સરકાર ગુજરાતને વધુ સારુ અને શ્રેષ્ઠ બનાવવા ઈચ્છે છે ત્યારે આપણને આ કાર્યમાં સહભાગી થવાની એક તક મળી છે.
રમેશભાઈ ટીલાળા એક ખેડુત પુત્રથી લઈને એક સફળ ઉદ્યોગપતિ તેમજ સમાજસેવક છે જે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને લોકોની મદદ કરે છે. આ પ્રસંગે હાજર રાજકોટ પૂર્વ મેયર, પૂર્વ સ્ટેંન્ડીંગ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, વોર્ડ પ્રમુખ શૈલેષભાઈ બુસા, પ્રભારી જીગ્નેશભાઈ, મહામંત્રી હીતેશભાઈ ઢોલરીયા, મહામંત્રી રવીભાઈ હમીરપરા, કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસીંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા તેમજ રાજકોટના ડોક્ટરશ્રીઓ, વકીલશ્રીઓ, અલગ-અલગ વિસ્તારના કાર્યકર્તાઓ હાજર રહેલા હતા.