રાજકોટ,તા.18
69 રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મનસુખભાઇ કાલરીયાએ સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસની મુલાકાત લીધી હતી. સાથે જીતનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના કોેંગે્રસના ઉમેદવાર મનસુખભાઇ કાલરીયાએ જણાવ્યું હતું કે, હું કાયમ લોકોની વચ્ચે રહયું છે. લોકોના સાથ સહકાર સહયોગથી રાજકીય ક્ષેત્રે હરહંમેશ સક્રિય રહયો છે. કોર્પોરેટરની જવાબદારીમાં પાણી, સફાઇ, ટીપરવે ડ્રેનેજ, લાઇટ, રોડ-રસ્તા, આરોગ્ય વગેરે પ્રશ્નોનો ઉકેલ લાવી વોર્ડ નં.10ના રહીશોને તમામ પ્રાથમીક સુવીધા પુરી પાડવામાં સફળ રહયો છું.
નાગરીકોને થતા અન્યાય સામે ઉપવાસ આંદોલન ઉગ્ર દેખાવો કરી ધરપકડો વ્હોરી હતી. હેલ્મેટ અને ટ્રાફીક મેમોના અન્યાય સામે ઝુંબેશ ચલાવી હતી. ભાજપ પર આકરા પ્રહારો કરતા મનસુખભાઇ કાલરીયાએ જણાવ્યું હતું કે, મોંઘવારી, મોઘું શિક્ષણ, પેપર લીક કૌભાંડથી જનતા ત્રાહીમામ પોકારી ઉઠી ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઇ છે. મનપાના કામોમાં જંગી રકમના કામો નબળા થઇ રહી છે. અનેક કામોમાં ભ્રષ્ટાચાર ચાલી રહયો છે. કાયદો વ્યવસ્થા કથળતા આમ જનતા પરેશાન છે. તેવા સમયે હવે કોંગ્રેસની જીત નકકી છે.
ઉમેદવાર મનસુખભાઇ કાલરીયાએ વધુમાં જણાવેલ કે, ચુંટણીમાં હવે જ્ઞાતિવાદ નહીં ચાલે લોકો મેરીટ જોઇ મત આપશે. કોંગ્રેસનું સંગઠન એક જ છે. વિ. બાબતો જોતા કોંગ્રેસને પ્રચંડ લોક સમર્થન મળી રહયું છે. કોંગ્રેસની જીત નિશ્ચિત છે.
કોંગ્રેસ ઉમેદવાર મનસુખભાઇ કાલરીયા સાથે કોંગ્રેસના આગેવાનો ડોે. હેમાંગ વસાવડા, અતુલ રાજાણી, ગોપાલભાઇ ઉનડકટ, અશોકસિંહ વાઘેલા, કૃષ્ણદત્ત રાવલ ઉપસ્થિત રહયા હતા.