આવતા વર્ષથી CBSE સ્કુલોમાં શૈક્ષણિક ફોર્મેટ બદલાશે

19 November 2022 11:00 AM
Vadodara Education Gujarat
  • આવતા વર્ષથી CBSE સ્કુલોમાં શૈક્ષણિક ફોર્મેટ બદલાશે

♦ ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા યથાવત રહેશે છતાં ‘હાઉ’ ઘટાડવા બે પરીક્ષાનો વિકલ્પ હશે

♦ વર્તમાન 10+2 ને બદલે 5+3+3+4 ફોર્મેટ લાગુ પડશે: 3 વર્ષના બાળકો પણ સિસ્ટમમાં સામેલ થઈ જશે: તુર્તમાં સતાવાર દિશાનિર્દેશો જારી થશે

વડોદરા તા.19
દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ) આગળ વધ્યુ છે. શિક્ષણ-પરીક્ષા ફોર્મેટમાં બદલાવનો નિર્ણય લીધો છે. વર્તમાન 10+2 ફોર્મેટના સ્થાને 5+3+2+4 ફોર્મેટ લાગુ કરાશે. જે વિશે તુર્તમાં સીબીએસઈ સંલગ્ન સ્કુલોને જાણ કરવામાં આવશે. બોર્ડના ચેરપર્સન નિધિ છીબ્બરે કહ્યું કે નવા ફોર્મેટને આગામી નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવશે.

નવા ફોર્મેટ અંતર્ગત 3થી6 વર્ષની વયના બાળકોને પણ શૈક્ષણિક સિસ્ટમમાં આવરી લેવામાં આવશે. અત્યારે પણ નાની વયના બાળકો માટે અનેક સ્કુલો પ્રિ-નર્સરી ચલાવી જ રહી છે. એ સીબીએસઈ તેને વિધિવત રીતે સિસ્ટમમાં સામેલ કરશે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શાળાકીય શિક્ષણનું ચાર ભાગોમાં વિભાજન કરાયુ છે. પ્રથમ તબકકામાં 3થી7 વર્ષના બાળકોના શિક્ષણને ફાઉન્ડેશન (પાયા)નુ નામ આપવામાં આવ્યું છે.

ધો.3થી5માં 8થી11 વર્ષના બાળકો માટે બીજો તબકકો ‘પ્રિપેરટરી’ હશે. ધો.6થી8ને મીડલ કવરીંગ કલાસ કહેવાશે. જયારે ધો.9થી12 સેક્ધડરી કલાસ કહેવાશે. ધો.10થી12માં બોર્ડ પરીક્ષા યથાવત જ રહેશે. પરંતુ વર્તમાન બોર્ડ અને એન્ટ્રન્સ (પ્રવેશ) પરીક્ષાનું પુર્નગઠન કરાશે જે અંતર્ગત કોચીંગ-ટયુશન કલાસની જરૂરિયાત ખત્મ કરાશે. આ ઉપરાંત વર્ષ દરમ્યાન બે બોર્ડ પરીક્ષાનો વિકલ્પ અપાશે. એક મુખ્ય પરીક્ષા હશે અને બીજુ પરિણામ સુધારવા ઈચ્છે તે વિદ્યાર્થી આપી શકશે.

વડોદરામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન દ્વારા સીબીએસઈ સ્કુલોની બે દિવસની નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. જેમાં હાજર રહેલા સીબીએસઈના ચેરપર્સન નિધિ છીબ્બરે કહ્યું હતું કે, નવી એજયુકેશન પોલીસીના સરકારે બનાવી તે પછી કોરોનાના કારણે તેનો અમલ કરવામાં વિલંબ થઈ રહ્યો હતો. જો કે હવે સીબીએસઈ દ્વારા તબકકાવાર તેનો અમલ કરવાનુ શરૂ કરાશે.

તેમણે કહ્યું હતું કે, હાલમાં 10+2 એજયુકેશન સીસ્ટમ સ્કુલોમાં અમલમાં છે. તેની જગ્યાએ આગામી વર્ષથી સ્કુલોમાં 5+3+3+4નુ માળખુ અમલમાં આવશે. આમ સ્કુલોમાંથી ધો.10ની બોર્ડ પરીક્ષા નીકળી જાય તેવી શકયતાઓ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે સ્કિલ બેઝડ એજયુકેશન પર વધારે ભાર મુકવામાં આવશે. જેના ભાગરૂપે ધો.6 થી વિદ્યાર્થીઓને સંખ્યાબંધ વિષયોમાંથી કેટલાક વિષયો પસંદ કરવા માટે વિકલ્પ આપવામાં આવશે.

આ તમામ વિષયો વિદ્યાર્થીઓમાં સ્કિલ વિકસે તેવા હશે. આ વિષયો ભણ્યા બાદ વિદ્યાર્થીને તેનું સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. દરમિયાન નેશનલ કોન્ફરન્સમાં સીબીએસઈમાં જે વિષયો દાખલ થવાના છે તેની બુકસ પણ લોન્ચ કરવામાં આવી હતી.

શિક્ષણમાં નવા સુધારા
► બાળકોના શૈક્ષણિક વિકાસને ટ્રેક કરવા માટે સ્કુલ, ટીચર્સ તથા સ્ટુડન્ટ રજીસ્ટ્રી બનાવવામાં આવશે.
► સ્કુલ કવોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ પોર્ટલ લોન્ચ કરાશે.
► ધો.9 અને 10ના સમન્સ તથા મેથ્સ વિષયોની પ્રેકટીસ બુક લોન્ચ
► 3,5 અને 8 ના વિદ્યાર્થીઓ માટે ‘સફલ’ એસેસમેન્ટ ફ્રેમવર્ક લોન્ચ
► સ્કુલ પ્રિન્સીપાલો માટે પ્રધાનાચાર્ય યોજના લોન્ચ
► ધો.6થી8ના વિદ્યાર્થીઓ માટે સ્કીલ મોડયુલ લોન્ચ


Related News

Advertisement
Advertisement
Advertisement