વાગડની ધરા પર કમળનું ફુલ ખીલશે: નર્મદા નીર પીશે વાગડવાસીઓ-વિરેન્દ્રસિંહ જાડેજા..

19 November 2022 11:27 AM
Elections 2022 Gujarat Politics
  • વાગડની ધરા પર કમળનું ફુલ ખીલશે: નર્મદા નીર  પીશે વાગડવાસીઓ-વિરેન્દ્રસિંહ જાડેજા..
  • વાગડની ધરા પર કમળનું ફુલ ખીલશે: નર્મદા નીર  પીશે વાગડવાસીઓ-વિરેન્દ્રસિંહ જાડેજા..
  • વાગડની ધરા પર કમળનું ફુલ ખીલશે: નર્મદા નીર  પીશે વાગડવાસીઓ-વિરેન્દ્રસિંહ જાડેજા..
  • વાગડની ધરા પર કમળનું ફુલ ખીલશે: નર્મદા નીર  પીશે વાગડવાસીઓ-વિરેન્દ્રસિંહ જાડેજા..

♦ ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ

♦ કોંગ્રેસ આજે ખતમ થઈ ગઈ છે, વજુભાઇ વાળા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષની સ્ટાર પ્રચારકો સાથેની સભાઓ જિલ્લામાં ગાજતી થઈ છે. આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અબડાસા ભાજપના ઉમેદવાર માટે મુન્દ્રાના હરિપર અને નખત્રાણા ખાતે સભા યોજી હતી તો સમી સાંજે રાપર તાલુકાના ભીમાસર ખાતે ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ સ્ટાર પ્રચારકની ભૂમિકામાં જંગી સભા સંબોધી હતી.

રાપર બેઠકના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં યોજાયેલી સભામાં હાજર વજુભાઈએ મંચ પરથી રાપર તાલુકાના ગામોને ટૂંક સમયમાં નર્મદાના પાણી પહોંચાડવાની વાત કરી હતી.

રાપર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રચાર અર્થે આવેલા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલના વજુભાઇ વાળાની ભીમાસર ખાતે યોજાયેલી સભામાં અનેક કોંગેસના આગેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જેમને વજુભાઈએ આવકાર આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે ખતમ થઈ રહી છે.

સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
ભીમાસર ખાતે યોજાયેલી જાહેર સભામાં ભચાઉના પૂર્વ નગરપતિ કુલદીપસિંહ જાડેજાએ કચ્છના વિકાસની વાત કરી હતી.આ તકે દેવનાથ બાપુ, લક્ષ્મીચંદ ચરલા, વણવીરભાઈ સોલંકી, રાજભાઈ બારી,મહાદેવભાઈ જોગુ, રામજીભાઈ સોંલકી, રતનભાઈ ગોહિલ, નરેન્દ્રભાઈ પીઠડીયા, તેજસભાઈ ભટી, અજીતસિંહ પરમાર,બહાદુરસિંહ પરમાર, બળદેવભાઈ પરમાર, કાનાભાઈ ગોહિલ, રાજુભાઈ, ભગાભાઈ આહીર,ભવનભાઈ,કાનજીભાઈ પટેલ,રામભાઈ બારડ, રમેશ દાદલ, શંકરભાઈ ખંડેકા,નીલાભાઈ રબારી, સામતભાઈ રાજપુત, અલારખાભાઈ રાઉમા ,પ્રભુભાઈ ચાવડા ,અશોકસિંહ ઝાલા, નટુદાન ગઢવી, જગદીશભાઈ વણોલ, સાજન રબારી, કુંભાભાઈ સેલોત સહિતના મોટી સંખ્યામાં માનવ મહેરમણ ઉમટ્યું હતું.

આ તકે એક હજાર જેટલાં કાર્યકરો સાથે કીડીયાનગરના પૂર્વ સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય અજીતસિંહ પરમાર સાથે વિરેન્દ્રસિંહ જાડેજા અને વજુભાઈ વાળાની રાહબરી હેઠળ ભાજપમાં જોડાયા હતાં અને કોંગ્રેસ ઉપર જોરદાર પ્રહાર કર્યા હતાં.


Related News

Advertisement
Advertisement
Advertisement