જામજોધપુર, તા. 19
જામનગર જિલ્લાના જામજોધપુર લાલપુર-80ની વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ચીમનભાઇ સાપરીયાના ચૂંટણી પ્રચારનું વાવાઝોડુ સર્જાયુ છે. ગઇકાલે પૂર્વ મંત્રી શ્રી આર.સી ફળદુ અને જિલ્લા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મૂંગરા ની ઉપસ્થિતિમા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે જ વિસ્તારમાં ફરી કમળનું વાવઝોડુ ફુંકાઇ ગયું છે.
આ કાર્યક્રમમાં તમામ સમાજ અને વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓએ તેમની પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કર્યો હતો. કાર્યક્રમમાં આગેવાનોએ દેશદ્રોહી આમ આદમી પાર્ટીને પછાડવાનો સંકલ્પ કરાવ્યો હતો અને હજારો કાર્યકર્તાઓએ આ સંકલ્પ પૂરો કરવા ખાતરી આપી હતી.
કમળ જીતશે, ગુજરાત જીતશેના નારાથી પૂરો તાલુકો ગાજી ઉઠયો છે. ચીમનભાઇ સાપરીયાના સેવાકીય અને લોકકાર્યો કયારેય ભુલાયા નથી. ભાજપના ગઢમાં આ વખતે પણ આ બેઠક વધુ એક કમળ ઉમેરશે તેવું વાતાવરણ બંધાઇ ગયું છે. ભાજપના ઉમેદવાર અને આગેવાનોએ જામઆંબરડી, ભોજાબેડી અને લલોઇ ગામે પ્રચાર સાથે લોકસંપર્ક કર્યો હતો. જેમાં ઉમળકાભેર આવકાર સાથે વડીલોના આશિર્વાદ પણ મળ્યા હતા. તો ચીમનભાઇએ માતાજીના આશિર્વાદ પણ લીધા હતા. એકેએક ઘરમાંથી ચીમનભાઇને વિજય બનાવવાનો કોલ મળ્યો છે.
જામઆંબરડી
જામજોધપુરના જામઆંબરડી ગામના લોકસંપર્કમાં પૂર્વ ધારાસભ્ય બ્રીજરાજસિંહ જાડેજા ,ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન સી.એમ.વાછાણી,નગરપાલિકાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર ,જિલ્લા ભાજપ મંત્રી કૌશીકભાઈ રાબડીયા, અગ્રણી મોહનભાઈ નકુમ, ગોપ સીટના જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજાભાઈ નંદાણીયા, યુવા ભાજપ અગ્રણી હરેશભાઈ બારીયા તેમજ ઉકાભાઈ (પૂર્વ એપીએમસીના પ્રમુખ), જામઆંબરડી ગામના રસીકભાઈ ભોવનભાઈ સહિતના આગેવાનો, વડીલો, કાર્યકર્તાઓ, યુવાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભોજાબેડી
જામજોધપુરના ભોજાબેડી ગામે લોકસંપર્કમાં પૂર્વ ધારાસભ્ય બ્રીજરાજ સિંહ જાડેજા,ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન સી.એમ.વાછાણી,નગરપાલિકાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર, જિલ્લા ભાજપ મંત્રી કૌશીકભાઈ રાબડીયા, અગ્રણી મોહનભાઈ નકુમ, ગોપ સીટના જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજાભાઈ નંદાણીયા, યુવા ભાજપ અગ્રણી હરેશભાઈ બારીયા તેમજ ઉકાભાઈ (પૂર્વ એપીએમસીના પ્રમુખ),જામજોધપુરના પ્રભારી ભરતભાઈ અકબરી , ભોજાબેડીના વીરાણી સામજીભાઈ, સાકરીયા ભરતભાઈ, ભંડેરી વ્રજલાલ માધા, સરસીયા લખુભાઈ, ટાલિયા સોમાભાઈ સહિત ગામના આગેવાનો, વડીલો, કાર્યકર્તાઓ ,યુવાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
લલોઇ ગામ
લલોઇ ગામે પૂર્વ ધારાસભ્ય બ્રીજરાજ સિંહ જાડેજા, ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન સી.એમ.વાછાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર ,જિલ્લા ભાજપ મંત્રી કૌશીકભાઈ રાબડીયા, અગ્રણી મોહનભાઈ નકુમ, ગોપ સીટના જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજાભાઈ નંદાણીયા, યુવા ભાજપ અગ્રણી હરેશભાઈ બારીયા તેમજ ઉકાભાઈ (પૂર્વ એપીએમસીના પ્રમુખ),જામજોધપુરના પ્રભારી ભરતભાઈ અકબરી સહિત ગામના ,આગેવાનો, વડીલો, કાર્યકર્તાઓ ,યુવાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.