રાજકોટ ગુરુકુલને 75 વર્ષ પૂર્ણ થતાં ડીસેમ્બરમાં ઉજવાનાર મૂલ્ય સભર અમૃત મહોત્સવના ઉપલક્ષમાં મોરબીના રવાપર ગામ પાસે આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અમૃત સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેમાં ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત સ્વામી, નારાયણપ્રસાદ સ્વામી તથા 35 જેટલાં પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતો આવ્યા હતા જેના દર્શન અને આશીર્વચનનો હારી ભક્તોએ લાભ લીધો હતો. રાજકોટના અમૃત મહોત્સવનું આમંત્રણ સ્વામિ દ્વારા હારી ભક્તોને આપવામાં આવ્યું હતું ત્યારે નાના બાળકો દ્વારા ભક્તિનૃત્યો તથા યુવાનો દ્વારા પારિવારિક મૂલ્યોને પોષિત કરતું રૂપક પ્રસ્તુત કર્યું હતું. સાથે સાથે ઝૂલતાં પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવગંત આત્માઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 15 મો અધ્યાય પુરુષોત્તમ યોગનું ગાન કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. આ પ્રસંગે ઉદ્યોગપતિ ગોવિંદબાઈ વરમોરા, મગનભાઈ ભોરણીયા, વલ્લભભાઈ ગાંભવા, વિનુભાઈ ભોરણીયા, અરુણભાઈ કાલરીયા સહિત 1400 ઠી વધુ ભાવિકો હાજર રહ્યા હતા અને સંતોના દર્શન અને સત્સંગનો લાભ લીધો હતો.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)