મોરબીની અણીયારી ચોકડી પાસે ટ્રેઇલર પાછળ રીક્ષા અથડાઇ

19 November 2022 12:14 PM
Morbi
  • મોરબીની અણીયારી ચોકડી પાસે ટ્રેઇલર પાછળ રીક્ષા અથડાઇ

હળવદના યુવકને ઇજા: લાલપર પાસે રાહદારીને ટ્રકે ઉડાવ્યો

મોરબી તા.19
મોરબીના અણીયારી ટોલનાકા પાસે માળીયા હાઇવે ઉપર આગળ જતા ટ્રેઇલરની પાછળ ઓટો રીક્ષા અથડાતા હળવદના એક યુવાનને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
માળિયા હાઇવે ઉપર અણીયારી ગામ પાસે આવેલ ટોલનાકા નજીક આગળ જતા ટ્રેઇલરની પાછળ ઓટો રીક્ષા અથડાવાનો બનાવ બન્યો હતો જેમાં હળવદના ખારીવાળી વિસ્તારમાં રહેતા બુટાભાઈ રણછોડભાઈ મુંધવા નામના 32 વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. એ ડિવિઝનના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા
રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતો મનુભાઈ આતાભાઈ ગળચર નામનો 30 વર્ષનો યુવાન લાલપર ગામે જીઇબીના સ્ટોરના પાસેથી પગપાળા જતો હતો ત્યારે ટ્રક નંબર જીજે 36 ટી 9578 ના ચાલેકે તેને હડફેટ લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો હાલ તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.


Advertisement
Advertisement
Advertisement