મોરબીમાં ચાલુ કારે દરવાજો ખોલવાની કુટેવ કોઈ દિવસ કોઈનો ભોગ લઇ લેશે

19 November 2022 12:18 PM
Morbi
  • મોરબીમાં ચાલુ કારે દરવાજો ખોલવાની કુટેવ કોઈ દિવસ કોઈનો ભોગ લઇ લેશે

રવાપર ચોકડી પાસે વધુ એક બાઇક સ્વાર ઘાયલ: નઅક્કલથના ઉપયોગની જરૂર

મોરબી તા.19
મોરબીમાં ચાલુ કારે પાનની પિચકારી મારવા કે થુકવા માટે દરવાજો ખોલવાની કુટેવ જોવા મળે છે જેના લીધે પાછળથી આવતા વાહન ચાલકોને તેને લઈને ભારે અગવડતા ભોગવી પડે છે અને વાહન અકસ્માત સર્જાય છે આવો જ એક અકસ્માતનો બનાવ મોરબીમાં રવાપર-લીલાપર રોડ ઉપર બન્યો હતો જેમા કારના ચાલકે ચાલુ વાહને દરવાજો ખોલતા પાછળ આવતા બાઈક ચાલકને ઇજા પહોંચાડી હતી.

મોરબીના જગદીશભાઈ ભવાનભાઈ લોહ નામના 49 વર્ષના આધેડ રફાળેશ્ર્વરથી બાઇક લઈને પરત મોરબી તરફ આવતા હતા ત્યારે તેઓનું બાઈક આગળ જતી કારના દરવાજા સાથે અથડાયું હતું. રવાપર ચોકડી નજીક કોહીનુર કોમ્પલેક્ષ પાસે લીલાપર રોડ તરફ આ અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતા જગદીશભાઈને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે મોરબીમાં પાનની પિચકારી થુકવા માટે ચાલુ કારે કારનો દરવાજો ખોલવાની કુટેવ છે અને તેને લઈને પાછળ આવતા વાહન ચાલકોએ હેરાનગતિનો સામનો કરવો પડે છે આવા અકસ્માતમાં જો કોઈનો જીવનદિપ બુજાઈ જાય તો જવાબદારી કોની..? માટે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોએ પોતાની આ કુટેવને ચોક્કસપણે સુધારવી જોઈએ અને કાર ચલાવતા સમયે ચાલુ કારે કારનો દરવાજો ન ખોલવો જોઈએ તેવી પ્રબુધ્ધ નાગરિકોમાં પણ ચર્ચા ઉઠી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા
માળિયા મીંયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતા અશોકભાઈ પરબતભાઈ ચાવડા નામનો 37 વર્ષનો યુવાન કંડલા બાયપાસ ઓવર બ્રિજ નજીક પાપાજી ફનવર્ડ પાસેથી વાહનમાંથી ઉતરીને પોતાના બાઈક તરફ જતો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈકના ચાલકે હડફેટ લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. એ ડિવિઝનના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.

મારામારીમાં ઇજા
મોરબીના માળિયા હાઇવે ઉપર જનકપુરી સોસાયટીમાં રહેતા ભીખુભાઈ બાબુભાઈ છાયા (60) અને શર્મિલાબેન ભીખુભાઈ છાયા (60) ને ઘર નજીક મારામારીમાં ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા બી ડિવિઝનના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ ચલાવવામાં આવતા પાડોસી સાથે પાર્કીંગ બાબતે ઝગડો થયો હોવાનું ખુલ્યુ હતુ.


Advertisement
Advertisement
Advertisement